IPL 2018: વિરાટ, ડિવિલિયર્સ RCB તો ધોની, રૈનાને ચેન્નાઇ રિટેન કર્યા

ભારતીય ટીમનાં પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એકવાર ફરીથી આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સનાં પીળા રંગની જર્સી પહેરીને જોવા મળશે. બે વર્ષ સુધી આઇપીએલથી બહાર રહ્યા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ ફરી આઇપીએલમાં પરત ફરવા માટે તૈયાર છે. ધોનીને 15 કરોડ રૂપિયામાં સીએસકેએ રિટેન કર્યું છે. તે ઉપરાંત જાડેજા અને સુરેશ રૈનાને પણ ટીમમાં યથાવ્ત રાખવામાં આવ્યા છે.

Updated By: Jan 4, 2018, 10:43 PM IST
IPL 2018: વિરાટ, ડિવિલિયર્સ RCB તો ધોની, રૈનાને ચેન્નાઇ રિટેન કર્યા

મુંબઇ : ભારતીય ટીમનાં પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એકવાર ફરીથી આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સનાં પીળા રંગની જર્સી પહેરીને જોવા મળશે. બે વર્ષ સુધી આઇપીએલથી બહાર રહ્યા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ ફરી આઇપીએલમાં પરત ફરવા માટે તૈયાર છે. ધોનીને 15 કરોડ રૂપિયામાં સીએસકેએ રિટેન કર્યું છે. તે ઉપરાંત જાડેજા અને સુરેશ રૈનાને પણ ટીમમાં યથાવ્ત રાખવામાં આવ્યા છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને રોયલ ચેલેન્જર્સે યથાવત્ત રાખ્યો છે. તેની સાથે વિશ્વનાં શ્રેષ્ઠ બેટ્સમેન પૈકી એક એ.બી ડિવિલિયર્સને પણ આરસીબીએ રિટેન કર્યા છે. ખાસ વાત છે કે વિરાટની રેટિન ફીસ 17 કરોડ રૂપિયા છે. જે સૌથી વધારે છે. ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન સ્ટીવ સ્મિથને રાજસ્થાન રોયલ્સે યથાવત્ત રાખ્યા છે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને ધૂરંધર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને 3 વખત ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સે રિટેન કર્યા છે. ઓસ્ટ્રેલિયાનાં ધુરંધર બેટ્સમેન ડેવિડ વોર્નર અને સ્ટાર ભારતીય પેસર ભુવનેશ્વર કુમારને સનરાઇઝર્સ હૈદરાબાદે રિટેન કર્યા છે.

દિલ્હી ડેયરડેવિલ્સે ઋષભ પંત, ક્રિસ મોરિસ અને શ્રેયસ અય્યરને રિટેન કર્યા છે. ઓસ્ટ્રેલિયાનાં પુર્વ કેપ્ટન રિકી પોઇન્ટિંગને દિલ્હી ટીમનાં હેડ કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. કિંગ્લ ઇલેવન પંજાબે અક્ષર પટેલને ટીમમાં યથાવત્ત રાખ્યો છે. મુંબઇએ જસપ્રીત બુમરાહને યથાવત્ત રાખ્યો છે.