IND VS ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ સાથે Cheteshwar Pujara ની કારકિર્દીનો The END? રિટાયરમેન્ટ લેવા ઉઠી માંગ

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર સિરીઝની બીજી ટેસ્ટ રમાઈ રહી છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાના રોહિત અને કેએલ રાહુલ દ્વારા શાનદાર શરૂઆત આપવામાં આવી હતી

IND VS ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ સાથે Cheteshwar Pujara ની કારકિર્દીનો The END? રિટાયરમેન્ટ લેવા ઉઠી માંગ

નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર સિરીઝની બીજી ટેસ્ટ રમાઈ રહી છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાના રોહિત અને કેએલ રાહુલ દ્વારા શાનદાર શરૂઆત આપવામાં આવી હતી અને રોહિત શર્માએ 83 રનની મજબૂત ઇનિંગ રમી હતી. ત્યારે ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) પાસે પણ કંઈક આવા જ પ્રદર્શનની અપેક્ષા કરવામાં આવી હતી પરંતુ ફરી એકવાર તેણે નિરાશ કર્યા અને ફ્લોપ સાબિત થયો.

ફરી ફ્લોપ થયો પૂજારા
રોહિત અને કેએલ રાહુલે શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 126 રનની ઐતિહાસિક ભાગીદારી કરી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના વરિષ્ઠ ખેલાડી પૂજારાની (Cheteshwar Pujara) એન્ટ્રી થઈ. તે સમયે ટીમ કોઈ દબાણ હેઠળ નહોતી અને તેની પાસે પોતાને સાબિત કરવાની મોટી તક હતી, પરંતુ ચેતેશ્વર પૂજારા નિષ્ફળ રહ્યો હતો. પુજારા માત્ર 9 રન બનાવ્યા બાદ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનના (James Anderson) હાથે કેચ આઉટ થયો હતો.

— Savage (@CutestFunniest) August 12, 2021

— Adheera 🔪 (@rajni712dhoni) August 12, 2021

શું ઇંગ્લેન્ડ પ્રવાસ સાબિત થશે પુજારાનો છેલ્લો?
બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ જ નહીં પૂજારા (Cheteshwar Pujara) પ્રથમ ટેસ્ટમાં પણ કંઈ ખાસ કરી શક્યો નહીં. એટલું જ નહીં તેણે 2019 બાદ એક પણ સદી ફટકારી નથી. તેને ટીમ ઇન્ડિયામાં ઘણી તકો મળી છે અને BCCI પાસે ખેલાડીઓની કોઈ કમી નથી, તેથી જો પુજારા આ શ્રેણીમાં કંઇક કરવામાં નિષ્ફળ જાય તો કદાચ તેને ટીમની બહારનો રસ્તો બતાવવામાં આવે.

— Krishna moorthy (@Krishna11503812) August 12, 2021

— chacha monk (@oldschoolmonk) August 12, 2021

પૂજારા પર રોષે ભરાયા ફેન્સ
ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના ખરાબ પ્રદર્શન બાદ પણ પુજારાની (Cheteshwar Pujara) ઘણી ટીકા થઈ હતી, પરંતુ ફેન્સને ખાતરી હતી કે તે ઈંગ્લેન્ડ સામે કંઈક અદ્ભુત કરશે. પરંતુ અહીં પણ પુજારા નિષ્ફળ રહ્યો છે, આવી સ્થિતિમાં ફેન્સ ટ્વિટર પર ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે.

— Arun Lol (@dhaikilokatweet) August 12, 2021

— Govind Katiriya (@KatiriyaGovind) August 12, 2021

પ્રથમ ટેસ્ટમાં પુજારાનું નિરાશાજનક પ્રદર્શન
ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ પુજારાની (Cheteshwar Pujara) વિકેટ બાદ આખી રમત બદલાઈ ગઈ. જ્યાં ટીમ ઇન્ડિયાએ 97 રનમાં એક વિકેટ ગુમાવી ન હતી અને ત્યારબાદ 112 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. પૂજારા ફરી એક વખત ફ્લોપ સાબિત થયો અને 16 બોલમાં માત્ર 4 રન બનાવી આઉટ થયો. આ વરિષ્ઠ ખેલાડી લાંબા સમયથી નિષ્ફળ રહ્યો છે.

— Ajitdeep (@CHAIHOLIC_) August 12, 2021

— That funny guy (@OMKARKU35869614) August 12, 2021

— Aditya (@CAA_256) August 12, 2021

2019 માં ફટકારી હતી છેલ્લી સદી
ચેતેશ્વર પૂજારાએ (Cheteshwar Pujara) પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી 2019 માં ફટકારી હતી. તે સમયે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી મેચમાં પૂજારાએ 193 રન બનાવ્યા હતા. તે સિરીઝમાં પૂજારાએ સૌથી વધુ 521 રન બનાવ્યા હતા. પુજારાના આ મજબૂત પ્રદર્શનને કારણે ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ સિરીઝ જીતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news