વેચાઈ રહી છે વિરાટ કોહલીની IPL ચેમ્પિયન ટીમ RCB ? આટલા હજાર કરોડમાં થઈ શકે છે ડીલ

RCB Sold News : 18 વર્ષમાં પહેલી વાર ટાઇટલ જીતનાર વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ રહી હોવાના સમાચાર સામે આવ્યો છે. આ ટીમ પહેલા વિજય માલ્યાની માલિકીની હતી, જે બાદ આ ટીમ Diageoની માલિકી હેઠળ આવી હતી. ત્યારે હવે આ કંપની ટીમનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. 

વેચાઈ રહી છે વિરાટ કોહલીની IPL ચેમ્પિયન ટીમ RCB ? આટલા હજાર કરોડમાં થઈ શકે છે ડીલ

RCB Sold News : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ટાઇટલ જીતીને 18 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો. ત્યારથી તે સતત સમાચારોમાં છે. અગાઉ ચેમ્પિયન બન્યા પછી ઉજવણી દરમિયાન બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડને કારણે તે ચર્ચામાં આવી હતી. આ મામલો હજુ શાંત થયો નથી અને સમાચાર આવ્યા કે Diageo Plc રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો વેચવાનો વિકલ્પ શોધી રહી છે.

વિરાટ કોહલી જેવા ખેલાડીઓ ધરાવતી RCB અગાઉ વિજય માલ્યાની માલિકીની હતી, જે બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સ લિમિટેડ ચલાવતી હતી. તેનું સંચાલન 2012માં બંધ થઈ ગયું. બાદમાં માલ્યાના દારૂ વ્યવસાયના સંપાદન પછી આ IPL ટીમ Diageoની માલિકી હેઠળ આવી.

Add Zee News as a Preferred Source

Diageoને લઈને શું રિપોર્ટ છે ?

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, યુકેની દારૂ કંપની Diageoએ ક્લબમાં ભાગ અથવા સંપૂર્ણ હિસ્સાના સંભવિત વેચાણ સહિત વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન કરવા માટે સંભવિત સલાહકારો સાથે પરામર્શ શરૂ કર્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, યુનાઇટેડ સ્પિરિટ લિમિટેડ કંપનીએ RCBને 2 બિલિયન ડોલર એટલે કે લગભગ 17 હજાર કરોડ રૂપિયામાં વેચવાનો નિર્ણય લીધો છે.

2008માં RCBની કિંમત ફક્ત આટલી જ હતી

તમને જણાવી દઈએ કે IPLની શરૂઆતમાં એટલે કે 2008માં RCBની કિંમત 111.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 476 કરોડ રૂપિયા હતી. તે સમયે RCB IPLમાં બીજા ક્રમની સૌથી મોંઘી ટીમ હતી. વિજય માલ્યાએ RCBની માલિકી તેમની કંપની યુનાઇટેડ સ્પિરિટ લિમિટેડને આપી હતી. 2014માં બ્રિટિશ કંપની Diageoએ યુનાઇટેડ સ્પિરિટ લિમિટેડમાં મોટો હિસ્સો ખરીદ્યો અને પછી 2016માં કંપનીએ આખી RCB ખરીદી લીધી.

IPLના ઇતિહાસમાં સૌથી મોટો સોદો

જો RCB ટીમ 17 હજાર કરોડ રૂપિયામાં વેચાય છે, તો તે IPLના ઇતિહાસમાં સૌથી મોટો સોદો હશે. આ પહેલા કોઈ પણ ટીમ આટલી મોટી કિંમતે વેચાઈ નથી. જ્યારે IPLમાં બે નવી ટીમો આવી ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સને RPSG ગ્રુપ દ્વારા 7,090 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. તો CVC કેપિટલે ગુજરાત ટાઇટન્સને 5,625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, બિઝનેસ, ઓટો, ટેક, જોબ્સ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું

...और पढ़ें

Trending news