ISSF : શૂટિંગમાં પોતાના પ્રથમ વિશ્વકપમાં શહજર રિઝવીએ રેકોર્ડતોડ સોનુ જીત્યું

ભારતના શૂટર્સે મેકિસ્કોમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડકપના પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે શૂટિંગ વર્લ્ડકપના પ્રથમ દિવસે 3 મેડલ, 1 ગોલ્ડ અને 2 બ્રાન્ઝ મેડલ જીત્યા. 

  ISSF : શૂટિંગમાં પોતાના પ્રથમ વિશ્વકપમાં શહજર રિઝવીએ રેકોર્ડતોડ સોનુ જીત્યું

 

મેક્સિકોઃ ભારતના શૂટર્સે મૈક્સિકોના ગ્વાદલહારામાં ચાલી રહેલી શૂટિંગ વર્લ્ડકપના પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યું છે. શહજર રિજવીએ પોતાના પ્રથમ વિશ્વકપમાં ગોલ્ડ મેડલ જીતીને કમાલ કરી છે. ભારતે આ શૂટિંગ વર્લ્ડકપના પ્રથમ દિવસે ત્રણ મેડલ જીત્યા છે. જેમાં 1 ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. શહજર સિવાય જીતૂ રોય અને મેહુલી ઘોષે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 

શહજરે 10 મીટર એર પિસ્તોલમાં શનિવારે રાત્રે ગોલ્ડ પર  નિશાન લગાવીને પોતાના પ્રથમ વર્લ્ડકપમાં ગોલ્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ માટે રિજવીએ 242.3 અંક મેળવ્યા જે એક રેકોર્ડ છે. તેણે જર્મનીના ક્રિશ્ચિયન રિટ્જ (239.7)ને હરાવ્યો. આ સાથે આ ઈવેન્ટમાં 579 પોઇન્ટ સાથે રિજવીએ ભારત તરફથી સૌથી વધુ પોઇન્ટ મેળવનારો ખેલાડી અને આ સ્પર્ધામાં તે દુનિયાના 8 ખેલાડીઓમાં બીજા નંબરે રહ્યો. 

जीतू राय ने रिकॉर्ड के साथ जीता 50 मीटर पिस्टल का गोल्ड

શૂટર જીતૂ રાયે પણ 219 અંક મેળવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. તે 578 અંકની સાથે ત્રીજા નંબરે રહ્યો. રિયો ખેલમાં 25 મીટર રેપિડ ફાયર ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર જર્મનીના ક્રિશ્ચિયન રિય્જે સૌથી વધુ 588 અંકની સાથે ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. જીતૂ રાયે પણ 219 અંકની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે વધુ એક ભારતીય ઓમ પ્રકાશ મિથરવાલે 198.4 અંક સાથે ચોથા ક્રમે રહ્યો હતો. રિજવીની સાથે આ વિશ્વકપમાં પ્રથમવાર સામેલ થનારો ઓમ પ્રકાશે 576 અંક મેળવી શક્યો. આઈએસએસએફ વર્લ્ડકપની આ 10 મીટર શૂટિંગ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં ભારતના ત્રણ શૂટર્સે ક્વોલિફાઇ કર્યું હતું. 

મહિલાઓમાં મેહુલીએ અપાવ્યો મેડલ
મહિલાઓની 10 મીટર એર રાઇફલ શૂટિંગ પ્રતિસ્પર્ધામાં ભારતની સ્ટાર શૂટર મેહુલી ઘોષે બ્રોન્ઝ મેડલ પર નિશાન તાક્યું હતું. 228.4 પોઇન્ટની સાથે તે ત્રીજા નંબરે રહી. આ ઈવેન્ટનો ગોલ્ડ રોમાનિયા અને કાસ્ય ચીને જીત્યો. આ ઈવેન્ટની ફાઇનલમાં ત્રણ ભારતીય મહિલા શૂટર્સે પણ ક્વોલિફાઇ કર્યું હતું. પરંતુ મેહુલીને મેડલ મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news