નવી દિલ્હીઃ આઈએસએસએફ વર્લ્ડ કપ (ISSF Shooting World Cup) માં ભાગ લઈ રહેલા ત્રણ શૂટર સ્પર્ધાના બીજા દિવસે કોરોના વાયરસ તપાસમાં પોઝિટિવ આવ્યા છે. રાજધાની દિલ્હીમાં રમાઈ રહેલા આ વર્લ્ડ કપમાં જે શૂટર કોવિડ-19 પોઝિટિવ મળ્યા છે, તેમાંથી બે ભારતીય પુરૂષ પિસ્તોલ ટીમના સભ્ય છે. શૂટરોના નામના ખુલાસા કરવામાં આવ્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘના સૂત્રોએ શનિવારે આ જાણકારી આપી છે. ત્રણેય શૂટર ટીમ હોટલમાં આઇસોલેશનમાં છે. તેની સાથે રૂમમાં રહેનાર શૂટરોની પણ કોરોના તપાસ બાદ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 


એક સૂત્રએ કહ્યુ કે, આ ત્રણ શૂટરોમાંથી બે ભારતીય છે. તેમણે કહ્યું, 'શૂટરોને પ્રોટોકોલ પ્રમાણે ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે. અહીં દરરોજ તપાસ થઈ રહી છે અને આ કારણ છે કે તેના પરિણામ સામે આવ્યા છે.'


આ પણ વાંચોઃ Ind vs Eng: T20 ફાઇનલમાં England માટે કાળ બનશે Team India નો આ બોલર!


એસોસિએશન સાથે જોડાયેલા આ સૂત્રએ કહ્યું, 'બધુ આંતરરાષ્ટ્રીય શૂટિંગ એસોસિએશન (આઈએસએસએફ) ના પ્રોટોકોલ પ્રમાણે અને તેમના તકનીકી ડાયરેક્ટરની સલાહ પર કરવામાં આવી રહ્યું છે.' તેમણે કહ્યું કે, તે સારા સમાચાર છે કે જે શૂટરોની સાથે રૂમમાં રહેનાર અને બાકી ટીમના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


આ ત્રણેય શૂટરોના રૂમમેટ હવે ટૂર્નામેન્ટમાં આગળ ભાગ લઈ શકશે. શૂટરોના નામ વિશે કોઈ માહિતી આપી નથી. ટૂર્નામેન્ટ માટે ટીમો આવ્યા બાદથી અત્યાર સુધી ચાર શૂટરો સંક્રમિત થયા છે. 


આ પહેલા ગુરૂવારે એક સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય શૂટર સંક્રમિત થયો હતો તેને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટમાં 53 દેશોના 294 શૂટરો ભાગ લઈ રહ્યાં છે. તેમાં કોરિયા, સિંગાપુર, બ્રિટન, હંગરી, ઇટાલી, તુર્કીના શૂટરો સામેલ છે. આઈએસએસએફ દિશા નિર્દેશો હેઠળ દર્શકોને પ્રવેશની મંજૂરી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube