IND vs WI : વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીને જયસ્વાલને બોલ મારવો પડ્યો ભારે, ICCએ ફટકારી સજા
IND vs WI : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે એક કેરેબિયન ખેલાડીએ યશસ્વી જયસ્વાલને બોલ માર્યો હતો. જેડન સીલ્સને હવે તેનું પરિણામ ભોગવવું પડ્યું છે, કારણ કે ICC એ વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીને દંડ ફટકાર્યો છે.
Trending Photos
)
IND vs WI : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર જેડન સીલ્સે મેચના પહેલા દિવસે એક ભૂલ કરી હતી, જેના પગલે ICCએ તેને આકરી સજા ફટકારી છે. તેની મેચ ફીના 25 ટકા કાપવામાં આવ્યા છે અને સીલ્સને ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.
ICCએ જેડન સીલ્સને ફટકારી સજા
આ ઘટના ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ઇનિંગ્સની 29મી ઓવર દરમિયાન બની હતી જ્યારે સીલ્સે તેના ફોલો-થ્રુ પર બોલ ફિલ્ડ કર્યો હતો અને તેને ક્રીઝ પર બેટિંગ કરી રહેલા યશસ્વી જયસ્વાલ તરફ ફેંક્યો હતો, જે તેને પેડ પર વાગ્યો હતો. તેથી તેને ICC આચાર સંહિતાની કલમ 2.9નું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે.
ઉલ્લંઘન બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવા આવ્યો છે. આ ઉપરાંત સીલ્સને 24 મહિનાના સમયગાળામાં તેને બીજો ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. આ પહેલા તેને ડિસેમ્બર 2024માં બાંગ્લાદેશ સામે 1 ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો.
સીલ્સે એમિરેટ્સ ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરીના એન્ડી પાયક્રોફ્ટ દ્વારા ફટકારવામાં આવેલા દંડનો વિરોધ કર્યો, જેના કારણે ઔપચારિક સુનાવણીની જરૂર પડી. સીલ્સે જણાવ્યું કે તે જયસ્વાલને રન આઉટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, મેચ રેફરીએ ઘટનાના રિપ્લેને જુદા જુદા એન્ગલથી સમીક્ષા કરી અને તારણ કાઢ્યું કે સીલ્સનો થ્રો બિનજરૂરી અને અન્યાયી હતો, બોલ બેટ્સમેનના પેડ પર વાગ્યો જ્યારે તે ક્રીઝની અંદર હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














