)
Jim Laker World record: ક્રિકેટના ઈતિહાસમાં ઘણા રેકોર્ડ બને છે અને તૂટે છે. પરંતુ કેટલાક રેકોર્ડ એવા હોય છે, જે 'અમર' થઈ જાય છે. આવો એક મહા રેકોર્ડ ઈંગ્લેન્ડના દિગ્ગજ સ્પિનર જિમ લેકર (Jim Laker) એ બનાવ્યો હતો. આજ સુધી કોઈ બોલર આ રેકોર્ડને તોડી શક્યો નથી. આ બોલરે પોતાના દમ પર વિપક્ષી ટીમને ઘૂંટણ પર લાવી દીધી હતી. આ ઘટના 1956ની છે, જ્યારે તેણે એક ટેસ્ટ મેચમાં 19 વિકેટ લઈને ધમાલ મચાવી હતી.
ઓલ્ડ ટ્રેફર્ડની તે ઐતિહાસિક ટેસ્ટ (1956)
આ ઘટના 1956ની છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી. સિરીઝની ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઈ રહી હતી. આ મેચ એશિઝ સિરીઝનો ભાગ હતી. આ મેચમાં જિમ લેકરે પોતાની સ્પિન બોલિંગથી એવો કમાલ કર્યો કે કાંગારૂ બેટર તેની જાળમાં ફસાયા હતા.
એક વિકેટથી ચૂકી ગયો પરફેક્ટ 20'
જિમ લેકરે આ મેચમાં જે કર્યું, તે ચમત્કારથી ઓછું નહોતું. તેણે મેચની પ્રથમ ઈનિંગમાં 9 વિકેટ ઝડપી. માત્ર એક વિકેટ ટોની લોકને મળી હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં જિમ લેકરે તમામ 10 વિકેટ પોતાના નામે કરી હતી. આ મેચમાં તેણે 90 રન આપી 19 વિકેટ લીધી હતી, જે આજે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે.
પ્રથમવાર 'પરફેક્ટ 10' નો કમાલ
જિમ લેકર દુનિયાનો પ્રથમ એવો બેટર બન્યો હતો, જેણે ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ આ કારનામું ભારતના અનિક કુંબલે અને ન્યૂઝીલેન્ડના એઝાજ પટેલે કર્યું હતું, પરંતુ એક મેચમાં 19 વિકેટ લેવાના મામલામાં જિમ લેકર આજે પણ આગળ છે. કોઈપણ બોલર ક્યારેય એક ટેસ્ટ મેચમાં 19 વિકેટ લઈ શક્યો નથી.
ઈંગ્લેન્ડની શાનદાર જીત
જિમ લેકરની તોફાની બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે તે મેચમાં ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડે આ મેચ એક ઈનિંગ અને 170 રનથી જીતી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમનો જિમ લેકરની સામે ધબડકો થયો હતો.
જિમ લેકરનું કરિયર અને સફર
જિમ લેકરનો જન્મ 9 ફેબ્રુઆરી 1922ના યોર્કશાયરમાં થયો હતો. તેણે ઈંગ્લેન્ડ માટે કુલ 46 ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 193 વિકેટ લીધી હતી. આ બોલરનું નિધન 2 એપ્રિલ 1986ના થયું હતું. તેનો 19 વિકેટ લેવાનો રેકોર્ડ આજે પણ ક્રિકેટની દુનિયામાં અજાયબી માનવામાં આવે છે.