IPL થી જરૂરી દેશ....... પ્લેઓફ પહેલા સ્વદેશ પરત ફરશે આ 8 ખેલાડી, જાણો કઈ ટીમને થશે નુકસાન
IPL 2025 માં તે ટીમો માટે ખરાબ સમાચાર છે, જે પ્લેઓફમાં પહોંચવા માટે મજબૂત દાવેદાર છે પરંતુ તેના પ્લેયર્સ પ્લેઓફ પહેલા પોતાના દેશ પરત ફરશે. ઈંગ્લેન્ડ અને આફ્રિકાના કેટલાક ખેલાડીઓ પ્લેઓફમાં જોવા મળશે નહીં.
Trending Photos
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એક સપ્તાહના વિરામ બાદ 17 મેથી ફરી શરૂ થશે. પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. તેમાં આપણે સીઝન 18મા પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ મળી શકે છે. વર્તમાનમાં પ્લેઓફના 4 સ્થાન માટે સાત ટીમો વચ્ચે ટક્કર ચાલી રહી છે. આ વચ્ચે તે ટીમો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેના ખેલાડી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને અન્ય સિરીઝને કારણે પ્લેઓફ પહેલા સ્વદેશ પરત ફરશે. રિપોર્ટ પ્રમાણે સાઉથ આફ્રિકા બોર્ડે લાંબી વાતચીત બાદ બીસીસીઆઈને મનાવી લીધુ છે, જેના 8 પ્લેયર્સ પ્લેઓફ પહેલા ટૂર્નામેન્ટ છોડી જતાં રહેશે, જે WTC Final ટીમમાં સામેલ છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ 11 જૂને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ઈએસપીએનના રિપોર્ટ અનુસાર ક્રિકેટ સાઉથ આફ્રિકાએ આઈપીએલ 2025મા રમી રહેલા 8 પ્લેયર્સને 27 મે સુધી દેશ પરત ફરવાનું કહ્યું છે. આફ્રિકાના જે ખેલાડી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની ટીમમાં સામેલ નથી, તે આઈપીએલ રમી શકે છે.
આઈપીએલ સ્થગિત થવાને કારણે ટૂર્નામેન્ટને એક સપ્તાહ માટે આગળ વધારવી પડી છે. પહેલા ફાઈનલ 25 મેએ રમાવાની હતી પરંતુ હવે 3 જૂને રમાશે. પહેલાના કાર્યક્રમ અનુસાર આફ્રિકાના ખેલાડીઓને 26 મેએ સ્વદેશ પરત ફરવાનું હતું. 30 મેએ ઈંગ્લેન્ડના બધા ખેલાડી પરત ફરવાના હતા. પરંતુ હવે WTC ફાઇનલ અને ઈંગ્લેન્ડની આંતરરાષ્ટ્રીય સિરીઝને કારણે તેના ખેલાડીઓ પરત ફરશે.
રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે પહેલાના કાર્યક્રમ અનુસાર સાઉથ આફ્રિકાના ખેલાડી 30 મેએ ઈંગ્લેન્ડ માટે રવાના થશે. ટીમ ઝિમ્બાબ્વે વિરુદ્ધ 3 જૂને અભ્યાસ મેચ રમશે.
સાઉથ આફ્રિકાના આ ખેલાડીઓ ફરશે પરત
કગિસો રબાડા (GT)
એડન માર્કરમ (LSG)
માર્કો યાનસન (PBKS)
ટ્રિસ્ટન સ્ટબ્સ (DC)
લુંગી એનગિડી (RCB)
વિયાન મુલ્ડર (SRH)
રાયન રિકલ્ટન (MI)
કોર્બિન બોશ (MI)
સૌથી ખરાબ સમાચાર મુંબઈ ઈન્ડિયન્સ માટે છે, જે પ્લેઓફમાં પહોંચવાની મજબૂત દાવેદાર છે. આ સિવાય ગુજરાત ટાઈટન્સને પણ જોસ બટલરની ખોટ પડશે. બટલર આંતરરાષ્ટ્રીય સિરીઝને કારણે પ્લેઓફ પહેલા પોતાના દેશ પરત ફરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે