વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથને પછાડી કેન વિલિયમસન નંબર વન ટેસ્ટ બેટ્સમેન

પાકિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહેલ વિલિયમસન બે સ્થાન ઉપર ચઢી બેટ્સમેનોની યાદીમાં નંબર વનનું સ્થાન હાસિલ કરી લીધું છે

Updated By: Dec 31, 2020, 03:30 PM IST
વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથને પછાડી કેન વિલિયમસન નંબર વન ટેસ્ટ બેટ્સમેન

દુબઈઃ ભારતીય કાર્યવાહક ટેસ્ટ કેપ્ટન અંજ્કિય રહાણે આઈસીસી વિશ્વ ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં લાંબી છલાંગ લગાવતા છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો છે. 

પાકિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહેલ વિલિયમસન બે સ્થાન ઉપર ચઢી બેટ્સમેનોની યાદીમાં નંબર વનનું સ્થાન હાસિલ કરી લીધું છે જ્યારે ભારત વિરુદ્ધ જારી ટેસ્ટ સિરીઝમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલ સ્થિમને બે સ્થાનનું નુકસાન થયું છે. સ્મિથ હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. 

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને યથાવત છે. વિલિયમસને પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. કીવી ટીમે આ મેચ 101 રને પોતાના નામે કરી હતી. 

આ પણ વાંચોઃ Video: ટીમ ઈન્ડિયા સાથે જોડાયો રોહિત શર્મા, ખેલાડીઓએ કર્યું જોરદાર સ્વાગત

વિલિયમસન 2015 બાદ પ્રથમવાર બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યો છે. સ્મિથ અને કોલહી પાછલા વર્ષથી ટોપમાં હતા. વિલિયમસનના 890 રેટિંગ પોઈન્ટ થઈ ગયા છે જ્યારે કોહલી 879 અને સ્મિથના 877 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેન ચોથા અને પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પાંચમાં સ્થાને છે. બોલરોની યાદીમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ પ્રથમ, સ્ટુઅર્ટ બ્રોડ બીજા, નીલ વેગનર ત્રીજા અને ટીમ સાઉદી ચોથા સ્થાને છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાતમાં સ્થાને છે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube