આ 'સીક્રેટ હથિયાર'ને ટીમમાં સાથે લઈ જઈને કોહલી, ફેલ કરશે ન્યૂઝીલેન્ડની રણનીતિ

ન્યૂઝીલેન્ડ સામે રમાનારી WTC ફાઈનલમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેનોનો સામનો ટ્રેન્ટ બોલ્ટ, ટીમ સાઉથી અને નીલ વેગનર જેવા ઝડપી બોલરો સામે થશે.

આ 'સીક્રેટ હથિયાર'ને ટીમમાં સાથે લઈ જઈને કોહલી, ફેલ કરશે ન્યૂઝીલેન્ડની રણનીતિ

નવી દિલ્લી: વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા 18-22 જૂન સુધી સાઉથમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમશે. ન્યૂઝીલેન્ડ સામે થનારી આ ટાઈટલ મુકાબલામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બોલરોનો સામનો ટ્રેન્ટ બોલ્ટ, ટીમ સાઉથી અને નીલ વેગનર જેવા ઝડપી બોલરો સામે થશે. ભારતીય બોલરો માટે સૌથી મોટો પડકાર નીલ વેગનર અને બોલ્ટ રહેશે. વેગનર ઈંગ્લેન્ડની ધરતી પર બે ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. 35 વર્ષના આ બોલરની પાસે કાઉન્ટી ક્રિકેટ રમવાનો સારો અનુભવ છે. તે એસેક્સની ટીમનો ભાગ રહી ચૂક્યો છે. જોકે વેગનર અને બોલ્ટનો સામનો કરવા માટે ટીમ ઈન્ડિયા પાસે એક એવું હથિયાર છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ સીક્રેટ હથિયાર છે અરજાન નાગવાસવાલા.

ભારતીય ક્રિકેટ ટીમમાં અરજાનનો સમાવેશ:
કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાના ડાબા હાથના ઝડપી બોલર અરજાન નાગવાસવાલાને લઈને ઈંગ્લેન્ડ જઈ રહી છે. અરજાન સ્ટેન્ડ બાય તરીકે ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડ પ્રવાસમાં રહેશે. તેને ખાસ રણનીતિ અંતર્ગત 24 સભ્યોની ટીમમાં રાખવામાં આવ્યો છે. બોલ્ટ અને વેગનરની સામે ભારતીય બેટ્સમેન કેવી રીતે રમશે, અરજાન તેની તૈયારી નેટ્સમાં કરાવશે. અરજાન નાગવાસવાલા પાસે સારી બાઉન્સર્સ અને ઈન સ્વિંગર્સ છે. તે નેટ્સમાં આવા બોલ ફેંકીને ભારતીય બેટ્સમનોને સારો અભ્યાસ કરાવી શકે છે. ગુજરાતથી રમનાર અરજાન રણજી ટ્રોફીમાં પોતાના બાઉન્સર્સથી બેટ્સમેનોને પરેશાન કરી ચૂક્યો છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા:
અરજાને છેલ્લા વર્ષે રણજી ટ્રોફીમાં પંજાબ સામે શાનદાર બોલિંગ કરતાં મેચમાં 10 વિકેટ ઝડપી હતી. અરજાને પ્રથમ શ્રેણીમાં ડેબ્યૂ 2018-19માં કર્યુ હતું. તેણે મુંબઈ સામે મેચમાં 5 વિકેટ ઝડપી હતી. પરંતુ તે ચર્ચામાં 2019-20માં કરવામાં આવેલ સારા પ્રદર્શન પછી આવ્યો.  આ સિઝનમાં તેણે 39.4ની એવરેજથી 41 વિકેટ ઝડપી હતી. અરજાને આ દરમિયાન ત્રણ વખત 5 વિકેટ પોતાના નામે કરી. તેમાંથી પહેલી પંજાબ સામે મેચમાં આવી. આ મેચમાં અરજાને બંને ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. મેચમાં તેના નામે 10 વિકેટ રહી હતી.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 20 સભ્યોની ભારતીય ટીમ આ પ્રકાર:
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત, આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ

ફિટ થવા પર જગ્યા મળશે: લોકેશ રાહુલ, રિદ્ધિમાન સહા

સ્ટેન્ડ બાય ખેલાડી: અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને અરજાન નાગવાસવાલા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news