MLZS નરોલી ખાતે ભવ્ય ઉદ્ઘાટન સાથે લિટરા ચેમ્પિયન્સ લીગ 2025નો પ્રારંભ

ઝી લર્ન લિમિટેડ દ્વારા આયોજીત ઈન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. વિવિધ રમતો નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યાં હતા.

 MLZS નરોલી ખાતે ભવ્ય ઉદ્ઘાટન સાથે લિટરા ચેમ્પિયન્સ લીગ 2025નો પ્રારંભ

નરોલીઃ ઝી લર્ન લિમિટેડનો ત્રણ દિવસનો ઈન્ટર-સ્કૂલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, લિટેરા ચેમ્પિયન્સ લીગ 2025ની માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ (MLZS), નરોલીમાં શાનદાર શરૂઆત થઈ છે. આ ઈવેન્ટમાં સાત રાજ્યોની 21 શાળાઓ સામેલ થઈ, જેમાં વેસ્ટ અને સાઉથ ઝોનના 1000થી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા છે. આ ઈવેન્ટનું આયોજન 19થી 21 નવેમ્બર વચ્ચે કરવામાં આવ્યું હતું.

સેલવાસ સ્ટેડિયમમાં ઉદ્ઘાટન
સેલવાસા સ્ટેડિયમમાં આયોજીત ઉદ્ઘાટન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે અમિત કુમાર (રીઝનલ ડેપ્યુટી કલેક્ટર, સેલવાસ) હાજર રહ્યાં હતા. ઝી લર્નના સીનિયર લીડર્સ જેમાં CFOs અનીશ શાહ અને રાકેશ ચતુર્વેદી, COO મયંક જૈન, બિઝનેસ હેડ વિકાસ શ્રીવાસ્તવ, RSD (વેસ્ટ ઝોન) નીરૂ નૈયર અને MLZS નરોલી મેનેજમેન્ટે કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Add Zee News as a Preferred Source

ભવ્ય માર્ચ યોજાઈ
લિટેરા ચેમ્પિયન્સ લીગ મશાલ ઔપચારિક રીતે સ્પોર્ટ્સ કેપ્ટન મૃત્યુંજય સેન્થિલને સોંપવામાં આવી હતી, ત્યારબાદ મશાલ રેલી અને ઘોડે સવારી, અલ્બાટ્રોસ માર્ચ અને સ્કેટિંગ સ્વાગત સાથે ભવ્ય પ્રવેશ માર્ચ યોજાઈ હતી.

શૈક્ષણિક ક્ષેત્રની હસ્તિઓ થઈ સામેલ
શૈક્ષણિક ક્ષેત્રના જાણીતા લોકો- મિસ્ટર પારિતોષ શુક્લા, મિસ્ટર બળવંત પાટિલ અને મિસ્ટર ગૌરાંગ વોહરાનું ગર્મજોશીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રતીકાત્મક ફુગ્ગા છોડવામાં આવ્યા, સાંસ્કૃતિક પ્રદર્શન અને તમામ ભાગ લેતી શાળાઓ દ્વારા પ્રભાવશાળી માર્ચ-પાસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

આ આયોજનમાં દરેક સ્પર્ધા રોમાંચક રહી હતી અને દરેક મેચમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યાં હતા. વિજેતાઓની યાદી આ પ્રમાણે છે.

વિજેતા - MLZS નારોલી, સિલવાસા (લિટેરા ચેમ્પિયન્સ લીગ 2025)
પ્રથમ રનર-અપ - MLZS જબલપુર
બીજો રનર-અપ - MLZS સુરત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news