ગેલ-રાહુલની તોફાની અર્ધીસદીએ નાઇટ રાઇડર્સને ધોયા

કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરનાં અંતે 191 રન બનાવ્યા હતા, પંજાબે આક્રમક શરૂઆત કરી પરંતુ વરસાદે બાઝી બગાડી

ગેલ-રાહુલની તોફાની અર્ધીસદીએ નાઇટ રાઇડર્સને ધોયા

કોલકાતા : આઇપીએલમાં આજે ક્રિસ ગેલનાં અણનમ 62 રન અને કે.એલ રાહુલની 60 રનની તોફાની ઇનિંગની મદદથી કોલકાતા નાઇરાઇડર્સે 9 વિકેટથી સરળ વિજય મેળવી લીધો છે. આ કિંગ્સની ટીમની સતત ત્રીજી જીત છે અને હવે તે પોઇન્ટ ટેબલ પર 8 પોઇન્ટની સાથે ટોપ પર પહોંચી ચુકી છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં DLS નિયમનો પ્રયોગ કરવો પડ્યો. આ નિયમનાં હેઠળ પંજાબની ટીમને 13 ઓવરમાં 125 રનનો સંશોધિત ટાર્ગેટ મળ્યો હતો. જેને કિંગ્સની ટીમે 11 બોલ બાકી હતા ત્યારે જ પ્રાપ્ત કરી લીધો હતો. 

કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સની વચ્ચે આઇપીએલ સીઝન-11ની 18મી મેચ કોલકાતાનાં હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહી છે. ટોસ હારતા પહેલા બેટિંગ કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમા 7 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા અને કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 192 રનોનો ટાર્ગે આપ્યો હતો.  જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબે 8.2 ઓવરમાં 0 વિકેટ ગુમાવીને 96 રન બનાવ્યા છે. હાલ વરસાદનાં કારણે રમત અટકેલી છે. 

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલ કોલકાતા નાઇટ રાઇડર્સે નિર્ધારિત 20 ઓવરનાં અંતે 7 વિકેટનાં નુકસાને 191 રન બનાવ્યા અને કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 192 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. કોલકાતાનાં ઓપનર ક્રિસ લિને 74 રન અને કેપ્ટન દિનેશ કાર્તિકે 43 રનની મહત્વની ઇનિંગ રમી હતી. જેનાં કારણે કોલકાતા એક મજબુત સ્કોર ખડો કરી શક્યું હતું. લિને 41 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આઇપીએલમાં લીનનુ ચોથું અર્ધશતક છે.  રોબિન ઉથપ્પાએ 23 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાનાં પરિણામે 34 રન બનાવ્યા જ્યારે કાર્તિકે 28 બોલમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. 

પંજાબ તરફથી એન્ડ્રુ ટાયે 30 રન પર બે વિકેટ અને બરિંદર સરાએ 50 રનમાં બે વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત મુજીબ ઉર રહેમાન અને કેપ્ટન રવિચંદ્રન અશ્વિનને એક એક વિકેટ મળી હતી. કોલકાતાની શરૂઆત નબળી રહી હતી પરંતુ મિડલ ઓ્ડરે બાજી સંભાળી લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news