નવી દિલ્હીઃ ભારતીય શૂટર મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ તાઈપેના તાઓયુઆનમાં ચાલી રહેલી 12મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં બુધવારે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં ક્વોલિફિકેશનમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને બાદમાં આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. આ બંન્નેએ એક મહિના પહેલા દિલ્હીમાં આ ઈવેન્ટમાં આઈએસએસએફ વર્લ્ડ કપમાં ગોલ્ડ કબજે કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્વોલિફિકેશનમાં 17 વર્ષની મનુ અને 16 વર્ષના સૌરભે મળીને 784 પોઈન્ટ બનાવ્યા અને રૂસની વિતાલિના બાતસરાસકિના અને આર્તમ ચેર્નોસોવે પાંચ દિવસ પહેલા યૂરોપીય ચેમ્પિયનશિપમાં બનાવેલા રેકોર્ડને તોડ્યો હતો. આ ભારતીય જોડીએ પાંચ ટીમોના ફાઇનલમાં 484.8 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાન હાસિલ કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. 


CSKમાં 60 વર્ષના વૃદ્ધ નથી, 32થી 35 વર્ષના યુવા છેઃ ડ્વેન બ્રાવો 


કોરિયાના હવાંગ સિયોનગુન અને કિમ મોજની જોડીએ 481.1 પોઈન્ટની સાથે સિલ્વર અને તાઇપેના ચિયા યિંગ અને કોઉ કુઆન તિંગે 413.3 પોઈન્ટની સાથે બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘ (એનઆરએઆઈ)ના નિવેદન અનુસાર આ ઈવેન્ટમાં ભાગ લઈ રહેલી બીજી ભારતીય જોડી અનુરાધા અને અભિષેક વર્માએ પણ ફાઇનલ્સમાં જગ્યા બનાવી પરંતુ તેણે 372.1 પોઈન્ટની સાથે ચોથા સ્થાનથી સંતોષ કરવો પડ્યો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર