હવે આ બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટરે રાજનીતિના મેદાનમાં ઉતરવાનો લીધો નિર્ણય

બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર મુશરફે મુર્તજા રાજનીતિમાં શરૂ કરશે નવી ઈનિંગ. પરંતુ તેમણે પોતાના આ નિર્ણયનો બચાવ કર્યો છે. 

Updated By: Nov 26, 2018, 05:58 PM IST
 હવે આ બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટરે રાજનીતિના મેદાનમાં ઉતરવાનો લીધો નિર્ણય
photo (DNA)

ઢાકાઃ બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર મુશરફે મુર્તજાએ રાજનીતિમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. તેના આ નિર્ણયથી  તેના પ્રશંસકો નારાજ છે પરંતુ તેણે પોતાના આ નિર્ણયનો બચાવ કર્યો છે. 

30 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં અવામી લીગની ટિકિટ પર તેણે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. મુર્તજાએ કહ્યું,  મને લાગે છે કે, દરેક જાગરૂત અને ઈમાનદાર બાંગ્લાદેશીને રાજનીતિમાં આવવું જોઈએ. ઘણા જુદા-જુદા  કારણોથી હિંમત કરી શકતા નથી, પરંતુ મને લાગે છે કે મગજમાંથી આ વિચાર દૂર કરવાની જરૂર છે અને મેં  પોતે રાજનીતિમાં જવાનો નિર્ણય લીધો છે. 

નોંધનીય છે કે, પાકિસ્તાની ટીમના કેપ્ટન રહેલા ઇમરાન ખાલ હાલ પાકિસ્તાનના વડાપ્રધાન છે. જ્યારે પૂર્વ  દિગ્ગજ ભારતીય બેટ્સમેન નવજોત સિંહ સિદ્ધૂ સહિત ઘણા ક્રિકેટરો રાજનીતિમાં સફળ ઈનિંગ રમી રહ્યાં છે. 

હવે તે જોવાનું રહ્યું કે, બાંગ્લાદેશને પોતાની આગેવાનીમાં તમામ સિદ્ધિઓ અપાવનાર મુર્તજાનું રાજનીતિમાં  કરિયર કેવું રહે છે. હાલમાં તે 9 ડિસેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શરૂ થઈ રહેલી ત્રણ વનડે મેચોની શ્રેણીમાં  ટીમની આગેવાની કરશે.