બુમરાહ સાથે આ ખેલાડીને પંગો લેવો ભારે પડ્યો, એક ઝાટકે છોડીને ભાગ્યો સોશિયલ મીડિયા એકાઉન્ટ!

Ben Duckett: ટીમ ઈન્ડિયાએ જૂનમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આગામી સિરીઝ પહેલા બેન ડકેટે બુમરાહને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
 

બુમરાહ સાથે આ ખેલાડીને પંગો લેવો ભારે પડ્યો, એક ઝાટકે છોડીને ભાગ્યો સોશિયલ મીડિયા એકાઉન્ટ!

Ben Duckett: ઇંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પર કરેલી ટિપ્પણીને પગલે તેમનું X એકાઉન્ટ (અગાઉનું ટ્વિટર) નિષ્ક્રિય કરી દીધું છે. ડકેટે કહ્યું હતું કે બુમરાહનો સામનો કર્યા બાદ તેમને ખ્યાલ આવી ગયો હતો કે આ વર્ષના અંતમાં ઈંગ્લેન્ડમાં યોજાનારી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં શું આશા રાખવી જોઈએ.

બેન ડકેટે જણાવી હતી આ વાત
એક ઈન્ટરવ્યુમાં ડકેટે બુમરાહની ક્ષમતાનો સ્વીકાર કર્યો અને મોહમ્મદ શમીની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું. "મેં આ પહેલા પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં તેનો સામનો કર્યો છે. હું તેમની કુશળતાથી વાકેફ છું, તેથી મને આશ્ચર્ય થશે નહીં. તે પડકારજનક હશે, પરંતુ જો હું તેમના પ્રારંભિક સ્પેલને પાર કરી શકીશ તો રન બનાવવા શક્ય બનશે," 

We'll miss you, Ben Duckett 😔 https://t.co/TUBtH1KGY0 pic.twitter.com/YA5MDW0YeG

— Skiddy (@world_choker) March 20, 2025

ડકેટે પોતાના નિવેદનનો બચાવ કરતા જણાવ્યું હતું કે તેમણે ક્યારેય દાવો કર્યો નથી કે તે બુમરાહ સામે સારું પ્રદર્શન કરશે. તેમણે તેમની ટીકા કરનારાઓને આ અહેવાલ ધ્યાનથી વાંચવાની સલાહ આપી હતી. તેના જવાબોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ત્યારબાદ તેમણે પોતાનું એકાઉન્ટ નિષ્ક્રિય કરી દીધું.

'વિદેશોમાં આટલી મજબૂત નથી ટીમ ઈન્ડિયા'
જસપ્રીત બુમરાહે ગયા વર્ષે જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન બેન ડકેટને આઉટ કર્યો હતો. બુમરાહે 19 વિકેટ લઈને ભારતની 4-1ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ડકેટે એ પણ સ્વીકાર્યું કે ભારતને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેની ટીમ વિદેશ પ્રવાસમાં એટલી મજબૂત નથી. તેમણે કહ્યું, "ઘર પર રમનારી ભારતીય ટીમ અને વિદેશી મેદાન પર રમી રહેલી ભારતીય ટીમમાં મોટો તફાવત છે. મને લાગે છે કે આપણે આ ટીમને હરાવી જોઈએ."
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news