IPL 2020: જાણો MI vs KKR માંથી કોનું પલ્લું રહેશે ભારે

આઇપીએલ 13 (IPL 13) દરમિયાન પાંચમો મુકાબલો કોલકત્તા નાઇટ રાઇડર્સ વર્સીસ મુંબઇ ઇન્ડિયન્સ (KKR vs MI) વચ્ચે બુધવારે એટલે કે આજે રમાશે. આ મેચ અબુધાબી (Abu Dhabi) માં ભારતીય સમયાનુસાર 7:30 વાગે શરૂ થશે.

IPL 2020: જાણો MI vs KKR માંથી કોનું પલ્લું રહેશે ભારે

અબુધાબી: આઇપીએલ 13 (IPL 13) દરમિયાન પાંચમો મુકાબલો કોલકત્તા નાઇટ રાઇડર્સ વર્સીસ મુંબઇ ઇન્ડિયન્સ (KKR vs MI) વચ્ચે બુધવારે એટલે કે આજે રમાશે. આ મેચ અબુધાબી (Abu Dhabi) માં ભારતીય સમયાનુસાર 7:30 વાગે શરૂ થશે. એમ આઇ અને કેકેઆરના આ મુકાબલામાં પહેલાં અમે તમને જણાવી રહ્યા છે. આઇપીએલમાં આ બંને ટીમની વચ્ચે ભિડંતના આંકડા વિશે. જેના હેઠળ તમે જાણશો કે આઇપીએલમાં મુંબઇ અને કલકતાના હેડ ટૂ હેડ (MI vs KKR Head to Head) રેકોર્ડના મામલે કઇ ટીમનું પલડું ભારે છે. મુંબઇની ટીમ આઇપીએલ 2020માં પોતાની મેચ સીએસકે (CSK) વિરૂદ્ધ હાર આવી રહી છે. તો બીજી તરફ કેકેઆર આજની આ મેચથી પોતાનું આઇપીએલ અભિયાન શરૂ કરશે. 

મુંબઇ ઇન્ડિયન્સ કેકેઆર પર પડે છે ભારે
અત્રે ઉલ્લેખનીય છે કે આઇપીએલ ઇતિહાસ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Mumbai Indians vs Kolkata Knight Riders) વચ્ચે કુલ 25 આઇપીએલ મુકાબલો રમાઇ રહ્યો છે. આ 25 મેચોમાં આઇપીએલ ફ્રેંચાઇઝી મુંબઇ ઇન્ડિયનનો દબદબો યથાવત છે. મુંબઇએ આ મેચોમાં કેકેઆર વિરૂદ્ધ એકતરફી દમ બતાવતાં 19 મુકાબલા પોતાના નામે કર્યા છે. બીજી તરફ કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ ફક્ત 6 મેચ જીતવામાં સફળ રહી છે. એવામાં આ આંકડાના આધારે રોહિત શર્મા (Rohit Sharma)ની પલટન એમ આઇ દિનેશ કાર્તિક (Dinesh Karthik)ની કેકેઆર કરતાં ખૂબ આગળ છે. આ દરમિયાન આઇપીએલ 2020 (IPL 2020) દરમિયાન કલકત્તા ટીમનો પ્રયત્ન રહેશે કે તે મુંબઇ સામે પોતાના નિરાશાજનક રેકોર્ડને સુધારી શકે.  

એમ આઇએ 4 અને કોલકત્તાએ 2 વાર જીતી છે આઇપીએલ
આ ઉપરાંત ચર્ચા કરશે કેકેઆર (KKR) અને મુંબઇ ઇન્ડિયન્સના આઇપીલમાં અત્યાર સુધી પ્રદર્શન વિશે તો આ મામલે પણ મુંબઇ ઇન્ડિયન્સ (MI) એ કલકત્તા નાઇટ રાઇડર્સને પાછળ છોડી છે. જોકે મુંબઇની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સૌથી સફળ ટીમ છે. જેના હેઠળ એમ આઇએ વર્ષ 2013, 2015, 2017 અને 2019 દરમિયાન આઇપીએલનો ખિતાબ 4 વાર જીત્યો છે અને આ વર્ષે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ડિફેન્સિંગ ચેમ્પિયન છે. જ્યારે કેકેઆરની ટીમ વર્ષ 2012 અને 2014માં આઇપીએલ ચેમ્પિયન બની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news