ગોલ્ફર્સ વચ્ચે જામ્યો રોમાંચક મુકાબલો, 5મા રાઉન્ડમાં મિહીર શેઠ, એ કે સિંઘ, સુનિલ દેશવાલ વિજેતા બન્યા

ઈન્ડસઈન્ડ બેંક-ગુલમોહર ગ્રીન્સ ગો ગોલ્ફ ઈવેન્ટ કેલેન્ડરના ભાગ તરીકે ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટના પાંચમા રાઉન્ડમાં ગુલમોહર ગ્રીન્સ એન્ડ કન્ટ્રી કલબ ખાતે 47 ગોલ્ફર્સે સામેલ થઈને ટી-ઓફફ કર્યું હતું.  મિહિર શેઠ 38 (B-9-22) પોઈન્ટસ સાથે 0-12 હેન્ડીકેપ કેટેગરીમાં વિજેતા બન્યા હતા

Updated By: May 30, 2018, 10:58 AM IST
ગોલ્ફર્સ વચ્ચે જામ્યો રોમાંચક મુકાબલો, 5મા રાઉન્ડમાં મિહીર શેઠ, એ કે સિંઘ, સુનિલ દેશવાલ વિજેતા બન્યા

અમદાવાદ: ઈન્ડસઈન્ડ બેંક-ગુલમોહર ગ્રીન્સ ગો ગોલ્ફ ઈવેન્ટ કેલેન્ડરના ભાગ તરીકે ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટના પાંચમા રાઉન્ડમાં ગુલમોહર ગ્રીન્સ એન્ડ કન્ટ્રી કલબ ખાતે 47 ગોલ્ફર્સે સામેલ થઈને ટી-ઓફફ કર્યું હતું.  મિહિર શેઠ 38 (B-9-22) પોઈન્ટસ સાથે 0-12 હેન્ડીકેપ કેટેગરીમાં વિજેતા બન્યા હતા જ્યારે દેવાંશ સંઘવી  38 (B-9-17) પોઈન્ટ સાથે રનર્સ અપ બન્યા હતા. 

13-24 હેન્ડીકેપ કેટેગરીમાં એ કે સિંઘ 40 પોઈન્ટનો સ્કોર કરી ટોચના સ્થાને રહ્યા હતા જ્યારે દર્શન જકન્વર 38 પોઈન્ટ સાથે રનર્સ અપ બન્યા હતા. 25-36 હેન્ડીકેપ કેટેગરીમાં સુનિલ દેશવાલે 34(B-9-22) પોઈન્ટ નોંધાવીને વિમલ મિશ્રાના 34(B-9-15) પોઈન્ટ ધરાવતા સ્કોર સાથે પહોંચી વળવા પ્રયાસ કર્યો હતો. આ કેટેગરીમાં સુનિલ દેશવાલને વિજેતા જાહેર કરાયા હતા.

રમતનુ ફોર્મેટ 3/2 પેઓરિયા સાથે સ્ટેબલ ફોર્ડ રાખવામાં આવ્યું હતું, જ્યારે ટુર્નામેન્ટ 15 વર્ષથી ઉપરની વયના તમામ ગોલ્ફર્સ માટે ખુલ્લી રખાઈ હતી. કુશ પંચોલીએ  249 વારની હોલ #1 સુધીની સૌથી લાંબી ડ્રાઈવ લગાવી હતી. મહર્ષિ પટેલ પીન હોલ ઉપર 3(2' 8") સાથે તેમની નજીક રહ્યા હતા. રવિ શાહે 20 મીટરનું અંતર કાપીને ગ્રીન હોલ # 6 નજીક પહોંચવા બદલ પ્રશંસા પ્રાપ્ત કરી હતી. એ કે સિંઘને ઈગલ હોલ # 9 ના સ્કોરીંગ બદલ વિશેષ ઈનામ આપવામાં આવ્યું હતું. ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટ ઈન્ડસઈન્ડ બેંક-ગુલમોહર ગ્રીન્સ ગો ગોલ્ફ ઈવેન્ટ કેલેન્ડર 2018 મુજબ વર્ષ દરમ્યાન રમાય છે.