મોહમ્મદ રિઝવાને રમત રમતમાં કરી નાખ્યો કાંડ, નસીમ શાહને સહન કરવું પડ્યું નુકસાન
Mohammad Rizwan Naseem Shah : પાકિસ્તાન ક્રિકેટ માટે હાલનો સમય સારો ચાલી રહ્યો નથી. તો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની પણ હાલત કંઈક આવી છે. આ દરમિયાન મોહમ્મદ રિઝવાને રમત રમતમાં નસીમ શાહને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
Trending Photos
Mohammad Rizwan Naseem Shah : પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન માટે તાજેતરનો સમય સારો રહ્યો નથી. તેની કપ્તાનીમાં ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ત્રિકોણીય શ્રેણી હારી હતી. જે બાદ તે ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. આ પછી રિઝવાનને ODI ટીમના બદલે T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર માત્ર વનડેમાં જ ટીમની કમાન સંભાળશે.
રિઝવાને નસીમનો ફોન તોડ્યો
ન્યુઝીલેન્ડ જતા પહેલા તે અન્ય સાથી ખેલાડીઓ સાથે લાહોરમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. LCCA મેદાનમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ODI કેપ્ટન રિઝવાને અજાણતામાં ફાસ્ટ બોલર નસીમ શાહનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ટીમ ન્યુઝીલેન્ડ સામે આગામી ત્રણ મેચની વનડે શ્રેણીની તૈયારી કરી રહી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, રિઝવાને એક ઉંચો શોટ રમ્યો જે ડ્રેસિંગ રૂમ તરફ ગયો અને ખુરશી પર પડેલા નસીમના ફોન પર વાગ્યો. ત્યાર બાદ નસીમ ફટાફટ તેના ફોનને તપાસવા દોડ્યો, પરંતુ તેના રિએક્શનથી જાણવા મળ્યું કે ફોન ખરાબ રીતે તૂટ્યો હતો.
ટીમ ન્યુઝીલેન્ડ જવા રવાના
વન ડે ટીમના નવ સભ્યોએ એલસીસી ગ્રાઉન્ડ ખાતે તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. જેમાં રિઝવાન, અબ્દુલ્લા શફીક, બાબર આઝમ, ફહીમ અશરફ, ઇમામ-ઉલ-હક, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, અકીફ જાવેદ અને તૈયબ તાહિરનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની ODI ટીમ 23 માર્ચની સવારે દુબઈ થઈને ન્યુઝીલેન્ડ જવા રવાના થઈ હતી. ત્યાં 29 માર્ચથી 5 એપ્રિલ સુધી શ્રેણી રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે