જો રીઝવાને માની લીધી હોત પ્રેમાનંદ મહારાજની આ વાત...તો પાકિસ્તાન હાર્યું ના હોત


Champions Trophy : પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જો કે, રિઝવાનના ટ્રોલીંગ વચ્ચે પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જો રીઝવાને માની લીધી હોત પ્રેમાનંદ મહારાજની આ વાત...તો પાકિસ્તાન હાર્યું ના હોત

Champions Trophy : પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી સૌથી પહેલા બહાર થઈ હતી. પહેલા પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડે 60 રનથી હરાવ્યું હતું અને ત્યારબાદ ભારતીય ટીમ સામે પાકિસ્તાનની ટીમ 6 વિકેટે હારી ગઈ હતી. આ શરમજનક પ્રદર્શન માટે ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાનને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. રિઝવાને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે તમામ યુક્તિઓ અપનાવી હતી. રિઝવાન એક સમયે મેચ દરમિયાન તસ્બીહ બોલતો પણ જોવા મળ્યો હતો.

રિઝવાનનો વીડિયો થયો હતો વાયરલ 

મોહમ્મદ રિઝવાન ભૂતકાળમાં ઘણી વખત મેદાન પર અને ડ્રેસિંગ રૂમમાં ધાર્મિક કાર્યો કરતા જોવા મળ્યો છે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીનો તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં રિઝવાન તસ્બીહ કરતો જોવા મળી રહ્યો છે. રિઝવાનનો આ વીડિયો ડગ આઉટમાંથી સામે આવ્યો છે.

પ્રેમાનંદ મહારાજની આ વાત સ્વીકારી હોત તો...

આ દરમિયાન પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેમના જ એક સંતે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું કે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન લોકો હવન કરે છે અને હનુમાન ચાલીસા વાંચે છે જેથી ટીમ જીતે. પરંતુ જ્યારે ટીમ હારે છે ત્યારે લોકો નિરાશ થાય છે કે ભગવાને આપણું સાંભળ્યું નહીં.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by moti bharti (@motibharti7)

આ અંગે પ્રેમાનંદ મહારાજે કહ્યું કે આમાં અભ્યાસ સૌથી વધુ ઉપયોગી છે. આવી જગ્યાએ તેનો ઉપયોગ કરીને ભક્તિનો ઉપહાસ ન કરવો જોઈએ. પ્રેક્ટિસ આમાં મદદ કરશે.  જો આપણે જીવનમાં ક્યારેય બંદૂક પકડી ના હોય અને ભક્તિ ભાવ કરીને એવું વિચારીએ કે આપણે નિશાન ટાર્ગેટ કરી શકશું તો એવું ક્યારેય નહીં થાય. એક બાજુ ક્રિકેટ રમાઈ રહી છે અને આપણે હવન કરી રહ્યા છીએ તે ખૂબ જ ઉપહાસ બાબત છે.

ટીમ ઈન્ડિયા સામે 6 વિકેટે મળેલી હાર સાથે પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે પાકિસ્તાન પાસે માત્ર એક જ મેચ બાકી છે, જ્યાં તેણે 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે ટકરાવાનું છે. જો કે પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશની ટીમ પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news