શમીએ પોતે રમવાની કરી મનાઈ... સિલેક્શન વિવાદમાં નવો વળાંક, ચોંકાવનારા દાવાથી મચ્યો ખળભળાટ

Mohammed Shami: ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીના રણજી ટ્રોફીમાં પોતાના પ્રદર્શનની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પરંતુ આમ છતાં પણ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે શમીની ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી. છેલ્લા બે-ત્રણ મહિનાથી શમીનું સિલેક્શન એક મોટો સવાલ બની ગયો છે, હવે તેમાં એક નવો વળાંક આવ્યો છે.

શમીએ પોતે રમવાની કરી મનાઈ... સિલેક્શન વિવાદમાં નવો વળાંક, ચોંકાવનારા દાવાથી મચ્યો ખળભળાટ

Mohammed Shami: ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીના રણજી ટ્રોફીમાં પોતાના પ્રદર્શનની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પરંતુ આમ છતાં પણ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે શમીની ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી. છેલ્લા બે-ત્રણ મહિનાથી શમીનું સિલેક્શન એક મોટો સવાલ બની ગયો છે, હવે તેમાં એક નવો વળાંક આવ્યો છે. ખબર છે કે શમીએ પોતે જ રમવામાં રસ નહોતો દાખવ્યો. એક એવો દાવો જેનાથી ખળભળાટ મચી ગયો છે. થોડા અઠવાડિયા પહેલા શમીએ પોતાના સિલેક્શનને લઈને સિલેક્શન કમિટી પર જ કટાક્ષ કર્યો હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી પછી નથી થયું સિલેક્શન
રણજી ટ્રોફીમાં શમીના પ્રદર્શન પછી બધા ઉમ્મીદ હતી કે ફરી એકવાર સફેદ જર્સીમાં રમતો જોવા મળશે, પરંતુ ટેસ્ટ તો દૂર, વનડેમાં પણ તેના ચાન્સ ઓછા લાગી રહ્યા છે. 35 વર્ષીય શમી છેલ્લે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યો હતો, પરંતુ ત્યારથી તેને કોઈ પણ ફોર્મેટમાં પસંદ કરવામાં આવ્યો નથી. 2023માં પગની ઘૂંટીની ઈજા પછી તેને લાંબા સમય સુધી રમતથી દૂર રહેવું પડ્યું હતું, જેના માટે વર્લ્ડ કપ પછી સર્જરીની જરૂર પડી હતી.

Add Zee News as a Preferred Source

તે ટેસ્ટ અને T20I ક્રિકેટ બન્નેમાંથી બહાર થઈ ગયો છે, જ્યાં પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશ દીપ ઝડપથી આગળ વધ્યા છે.

શમીએ ઉઠાવ્યા હતા સવાલ
શમી નેશનલ સિલેક્ટર્સથી ખુશ નહોતો અને તેમણે રેકોર્ડ પર કહ્યું છે કે, તેઓએ તેની સાથે વાત નથી કરી. જો કે, BCCIના સૂત્રોનું કહેવું છે કે, આ સાચું ચિત્ર ન પણ હોઈ શકે. PTI સાથે વાત કરતા એક વરિષ્ઠ બોર્ડ અધિકારીએ કહ્યું કે, 'ઘણી વખત નેશનલ સિલેક્ટર્સ અને BCCI સેન્ટર ઑફ એક્સલન્સના સપોર્ટ સ્ટાફે શમીને ફોન કરીને તેની ફિટનેસ વિશે પૂછ્યું છે. સિલેક્શન કમિટી ઇંગ્લેન્ડમાં તેમની સેવાઓ લેવા માટે આતુર હતી કારણ કે જસપ્રીત બુમરાહ ત્રણથી વધુ ટેસ્ટ રમી શકતો નહોતો.'

'આ સાચું નથી..'
તેમણે આગળ કહ્યું કે, 'ઇંગ્લેન્ડની કન્ડિશનમાં તેમના જેવા કાબેલ બોલરને કોણ નહીં ઈચ્છે? તો આ વાત કે શમી સાથે કોઈ વાતચીત થઈ નથી, તે સંપૂર્ણપણે સાચી નથી. સ્પોર્ટ્સ સાયન્સ ટીમ પાસે તેના મેડિકલ રિપોર્ટ્સ પણ છે અને તે પણ કે તેનું શરીર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મુશ્કેલીઓ સહન કરી શકશે કે નહીં.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news