મોહમ્મદ શમીની મુશ્કેલી વધી, હસીન જહાંએ દાખલ કરાવ્યો નવો કેસ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. પહેલા જ ઘણા આરોપ લગાવી ચુકેલી શમીની પત્ની હસીન જહાંએ હવે તેના પર નવો કેસ દાખલ કરાવ્યો છે. 

મોહમ્મદ શમીની મુશ્કેલી વધી, હસીન જહાંએ દાખલ કરાવ્યો નવો કેસ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. પહેલા જ ઘણા આરોપ લગાવી ચૂકેલી શમીની પત્ની હસીન જહાંએ હવે તેના પર નવો કેસ દાખલ કરાવ્યો છે. હસીન જહાંએ પશ્ચિમ બંગાળના અલીપોર કોર્ટમાં શમી અને તેના પરિવારના બાકીના સભ્યો પર ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરાવ્યો છે. આ નવા કેસમાં હસીન જહાંએ શમી પર ભથ્થુ અને સારવારનો ખર્ચ ન આપવાનો કેસ દાખલ કરાવ્યો છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા હસીન જહાં આઈપીએલમાં દિલ્હીની ટીમના સીઈઓ હેમંત દુઆને પણ મળી હતી. મુલાકાત બાદ હસીન જહાંએ જણાવ્યું કે, મેં મારી વાત હેમંત સર સામે રાખી  અને તેમને કહ્યું કે, જ્યાં સુધી અમારો પારિવારિક વિવાદ સમાપ્ત ન થાય ત્યાં સુધી તેને આઈપીએલની ટીમમાં રાખવામાં ન આવે. 

આઈપીએલમાં મોહમ્મદ શમીને દિલ્હીની ટીમે 3 કરોડમાં રિટેન કર્યો છે. હાલમાં બીસીસીઆઈના એન્ટી કરપ્શન યૂનિટે મોહમ્મદ શમીને ક્લીન ચિટ આપી હતી અને બોર્ડે તેને ગ્રેડ-બીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેને આઈપીએલમાં રમવા માટે પણ ક્લીનચિટ આપવામાં આવી હતી. બીસીસીઆઈ દ્વારા ક્લીનચિટ મળ્યા બાદ મોહમ્મદ શમીએ કહ્યું કે, તે પોતાના દેશ માટે રમવા ઈચ્છે છે. હસીન જહાંએ મોહમ્મદ શમી પર મારપીટ, બળાત્કાર, હત્યાનો પ્રયત્ન, ઘરેલૂ હિંસા અને મેચ ફિક્સિંગ જેવા ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. શમી આ આરોપોનો ઈનકાર કરતો રહ્યો  છે. 

— ANI (@ANI) April 10, 2018

હાલમાં બે દિવસ પહેલા મોહમ્મદ શમીના લગ્નની ચોથી વર્ષગાંઠ હતી. પોતાના લગ્નની વર્ષગાંઠ પર શમી પોતાની પત્ની અને દિકરીને યાદ કરી રહ્યો હતો. તેણે પોતાની લગ્નની વર્ષગાંઠ પર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં શમીએ પોતાની પત્ની હસીન જહાંને લગ્નની વર્ષગાંઠને શુભેચ્છા આપતા લખ્યું હતું, મેરી બેબો માટે  લગ્નની ચોથી વર્ષગાંઠની કેક. મિસ યૂ. 

A post shared by Mohammad Shami (@mdshami.11) on

હસીન જહાંએ સીકે ખન્નાની માંગી મદદ
બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાએ હસીન જહાં સાથેની મુલાકાત બાદ કહ્યું, હસીન મને મળી અને કહ્યું કે અમે આ મામલાને જોવો. મેં તેને કહ્યું કે, આ તેનો ખાનગી મામલો છે અને તેનો ઉકેલ પારિવારિક સ્તરે લાવવો જોઈએ. આ બધાના હિતમાં થશે. 

તેમણે કહ્યું, હસીને મને કહ્યું કે, હું શમી પર દબાવ બનાવું. મેં જવાબ આપ્યો કે બું બીસીસીઆઈનો અધિકારી હોવાને નામે આ મારા માટે સંભવ નથી. 

ઉલ્લેખનીય છે કે, હસીન જહાંએ શમી પર માનસિક અને શારીરિક પજવણીનો આરોપ લગાવ્યો હતો અને તે પણ કહ્યું કે, તેને લગ્નેત્તર સંબંધો છે. તે સિવાય હસીને શમી પર મેચ ફિક્સિંગ અને પોતાની હત્યાનો પ્રયત્ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ મામલામાં ફાસ્ટ બોલર વિરુદ્ધ કેસ દાખલ રવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news