954 વિકેટ... ક્રિકેટના માસ્ટર, ક્લાસરૂમમાં સ્ટાર; એન્જિનિયરિંગની ડિગ્રી સાથે મેદાન પર મચાવી તબાહી

Indian Cricketer: ભારતીય ટીમમાં ઘણા એવા ક્રિકેટરો થયા છે, જેમણે ક્રિકેટના મેદાન પર ખૂબ જ નામના મેળવી છે. કેટલાક એવા ક્રિકેટર રહ્યા છે, જેઓ મેદાનની સાથે-સાથે મેદાનની બહાર પર પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેઓ ભારતના સ્ટાર ખેલાડીઓમાંથી એક છે જેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

954 વિકેટ... ક્રિકેટના માસ્ટર, ક્લાસરૂમમાં સ્ટાર; એન્જિનિયરિંગની ડિગ્રી સાથે મેદાન પર મચાવી તબાહી

Indian Cricketer: ભારતીય ટીમમાં ઘણા એવા ક્રિકેટરો થયા છે, જેમણે ક્રિકેટના મેદાન પર ખૂબ જ નામના મેળવી છે. કેટલાક એવા ક્રિકેટર રહ્યા છે, જેઓ મેદાનની સાથે-સાથે મેદાનની બહાર પર પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આજે અમે એવા જ એક મેચ-વિનર વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે પોતાની ધારદાર બોલિંગથી મેદાન પર તબાહી મચાવી દીધી હતી. અમે વાત કરી રહ્યા છે, સ્પિન માસ્ટર તરીકે જાણીતા અનિલ કુંબલે વિશે. એક મહાન ભારતીય બોલર હોવા ઉપરાંત તેમણે એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો હતો. તેઓ ભારતના સ્ટાર ખેલાડીઓમાંથી એક છે જેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

એન્જિનિયરિંગનો અભ્યાસ
કુંબલેએ વર્ષ 1992માં બેંગ્લોરની નેશનલ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરી છે. તેઓ ભારતના સૌથી શિક્ષિત ક્રિકેટરોમાંથી એક છે. તેમણે શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને ક્રિકેટમાં પણ માસ્ટર છે. તેમણે ક્રિકેટના બન્ને ફોર્મેટમાં ખૂબ જ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તેઓ ભારતીય ક્રિકેટ ઇતિહાસના બેસ્ટ બોલરોમાંથી એક છે.

Add Zee News as a Preferred Source

ટેસ્ટમાં નંબર 1
અનિલ કુંબલે ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં નંબર 1 બોલર રહ્યા છે. કુંબલેએ ભારત માટે 132 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેમણે 236 ઇનિંગ્સમાં 2.69ના પ્રભાવશાળી ઇકોનોમી રેટથી 619 વિકેટ લીધી છે. તમને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગશે, પરંતુ તેમણે 35 વખત 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. કુંબલેએ 10 વખત 8 વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે. તેના કરિયરનો બેસ્ટ આંકડા 74 રનમાં 10 વિકેટ છે. તેઓ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં નંબર 1 બોલર છે.

કુંબલેનું વનડે કરિયર
અનિલ કુંબલેએ પોતાના વનડે કરિયરમાં 271 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 265 ઇનિંગ્સમાં 4.30ના ઇકોનોમી રેટથી 337 વિકેટ લીધી છે. તેમણે પોતાના વનડે કરિયર દરમિયાન 8 વખત 4 વિકેટ અને 2 વખત 5 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમનું વનડે કરિયરમાં બેસ્ટ બોલિંગ પ્રદર્શન 6/12 છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news