નવી દિલ્હી: આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની સેમીફાઇનલમાં ટીમ ઇન્ડીયાની ન્યૂઝીલેંડ સાથે હારના બીજા દિવસે પણ સોશિયલ મીડિયા પર મહેંદ્વ સિંહ ધોની ચર્ચાનો વિષય બન્યા છે. ગત કેટલાક વર્ષોથી કોઇપણ મોટી ટૂર્નામેન્ટના નોકઆઉટમાં ભારતની હાર બાદ આ સિલસિલો દર વખતની જેમ આ વખતે પણ ચાલી રહ્યો છે. વર્લ્ડકપ 2019માં પોતાની ધીમી સ્ટ્રાઇક રેટના લીધે ધોની સતત ટીકાકારોની ચર્ચાનો વિષય રહ્યા છે, જોકે ક્રિકેટના કેટલાક જાણકારોનું માનીએ તો ધોનીનું મેદાનમાં ઉભા રહેવું જ વિપક્ષી ટીમ પર દબાણ બનાવવા માટે પુરતું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે ન્યૂઝીલેંડના વિરૂદ્ધ રમાયેલી સેમીફાઇનલના મુકાબલે પણ ધોનીને લઇને અલગ-અલગ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. કોઇએ કહ્યું કે ઋષભ પંત, દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા પહેલા બેટીંગ કરવા માટે કેમ ન મોકલવામાં આવ્યા? તો કોઇએ કહ્યું કે આ મેચમાં ધોનીએ ધીમી ગતિથી બેટીંગ કરી અને જ્યારે જરૂરિયાત હતી ત્યાર આઉટ થઇ ગયા.
 


સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ધોનીના ફેન્સે 7 નંબર જર્સીના પોતાના હીરોના સપોર્ટમાં એક કેમ્પેન શરૂ કરી દીધું. સોશિયલ મીડિય પર ટીમ ઇન્ડીયાની હારના બીજ દિવસે પણ ધોની જ ટ્રેડિંગ ટોપિક રહ્યો. શુક્રવારે ટ્વિટર પર #DhoniInBillionHearts ટોપ ટ્રેંડ રહ્યો છે. આ પહેલાં ગુરૂવારે પણ ધોનીને લઇને #Donotretiredhoni ટોપ ટ્રેંડ કરી રહ્યો હતો. 


શુક્રવારે #DhoniInBillionHearts થી માહીથી ફેન્સે પોતાના હીરોને રિટાયરમેન્ટ વિશે ન વિચારવા માટે કહે છે તેમની સાથે ઉભા હોવાનો પુરાવો આપ્યો. મુગુંથ આધિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફોટા દ્વારા જણાવવાનો પ્રયત્ન કર્યો ધોની કાલે પણ હતા અને આજે પણ છે, તેમની જગ્યા કોઇ ન લઇ શકે. 



રામે લખ્યું 'રિટાયરમેન્ટ વિશે મત વિચારો...પ્લીઝ...લવ યૂ'



ગૌરવ પટેલે ધોનીના ફોટા સાથે તેમને રિટાયરમેન્ટ વિશે ન વિચારવા માટે કહ્યું. 



કલઇ એમએસડીના એકાઉન્ટ પરથી ધોનીને નિવૃતિ ન લેવાની રિકવેસ્ટ કરવામાં આવી. 



કોઇએ ધોનીના પગમાં પડવાનો વીડિયો શેર કર્યો... 



તેના એક દિવસ પહેલાં ઓસ્ટ્રેનિયાના એડમ ગિલક્રિસ્ટે પણ ટ્વિટ કરીને એમએસ ધોનીની પ્રશંસા કરી. તેમણે લખ્યું 'મને ખબર નથી કે તમે આગળ રમશો કે નહી. પરંતુ તમારો ધન્યવાદ. હું તમે આ રમતને ઘણું બધુ આપ્યું છે. તમારે સંયમપૂર્ણ રમત અને આત્મવિશ્વાસનો હંમેશા કાયલ રહીશ.



ભારત રત્ન લતા મંગેશકરે સેમીફાઇનલમાં ભારતની હાર બાદ એક ટ્વિટ કર્યું, તેમણે લખ્યું 'નમસ્કાર ધોની જી, આજકાલ હું સાંભળી રહી છું કે તમે નિવૃતિ થવા માંગો છો. મહેરબાની કરીને આમ વિચારશો નહી. દેશને તમારી રમતની જરૂર છે અને આ મારી અપીલ છે કે નિવૃતિનો વિચાર પણ મનમાં લાવશો નહી @msdhoni.’


ધોનીના સંન્યાસનો પ્રશ્ન ફક્ત સામાન્ય ક્રિકેટપ્રેમીઓના દિલમાં જ નથી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ તેનાથી બચી શક્યા નથી. વિરાટ કોહલી જ્યારે બુધવારે મેચ હાર્યા બાદ પ્રેસ કોન્ફ્રેંસ કરવા માટે આવ્યા તો તેમની સામે આ જ પ્રશ્ન આવ્યો. એક પત્રકારે વિરાટ કોહલીને પૂછ્યું 'વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ વેસ્ટઇંડીઝનો પ્રવાસ કરશે. ધોની વિશે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સંન્યાસ લઇ શકે છે. શું તેમણે પોતાના ફ્યૂચર પ્લાન વિશે તમને અથવા ટીમને જણાવ્યું છે? તેના પર વિરાટ કોહલીએ કહ્યું, 'ના, તેમણે હજુ સુધી કંઇ કહ્યું નથી. 
 
તમને જણાવી દઇએ કે ધોનીએ 2004માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 મેચ રમી ચૂક્યા છે. 38 વર્ષના ધોનીએ ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ત્યારથી તે વનડે અને ટી20 મેચ જ રમી રહ્યા છે. ભારતે એમએસ ધોનીની કેપ્ટનશિપમાં વનડે વર્લ્ડકપ, ટી20 વર્લ્ડકપ અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. તે દુનિયાના એકમાત્ર કેપ્ટન છે, જેમણે આઇસીસીની ત્રણેય પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જીતી છે.