દરરોજ 5 લીટર દૂધ, વોશિંગ મશીનમાં લસ્સી...MS ધોનીએ પોતે જણાવી સાચી હકીકત

MS Dhoni : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હંમેશા તેના શાંત સ્વભાવ અને રમૂજી શૈલી માટે જાણીતા છે. તે પોતાના ડાયટ અને પર્સનલ લાઈફ વિશે વધારે કહેતો નથી. તેના જીવન સાથે જોડાયેલી અફવાઓ પર તેના તાજેતરના નિવેદને બધાના દિલ જીતી લીધા છે.

દરરોજ 5 લીટર દૂધ, વોશિંગ મશીનમાં લસ્સી...MS ધોનીએ પોતે જણાવી સાચી હકીકત

MS Dhoni : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તેના વિશેના કેટલાક હાસ્યાસ્પદ દાવાઓનું ખંડન કર્યું છે અને ચાહકોને સાચી હકીકત જણાવી છે. 2000ના દાયકાની શરૂઆતમાં જ્યારે ધોનીએ ક્રિકેટ જગતમાં તોફાન મચાવ્યું હતું, ત્યારે તેની અદ્ભુત પાવર-હિટિંગ અને અદભૂત ફિટનેસને કારણે તેના આહાર વિશે ઘણી અટકળો થઈ હતી.

ધોનીએ ગણાવી સૌથી મોટી અફવા 

અફવાઓ ફેલાઈ હતી કે તેના દૈનિક આહારમાં પાંચ લિટર દૂધનો સમાવેશ થાય છે અને તેથી જ તેણે આટલી લાંબી સિક્સ ફટકારી હોવાનું લોકો માને છે. આઈપીએલ 2025ની વચ્ચે ચેન્નાઈમાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં જ્યારે તેને તેની સાથે જોડાયેલી સૌથી મોટી અફવા વિશે પૂછવામાં આવ્યું, તો ભારતના ભૂતપૂર્વ કેપ્ટને હસીને જવાબ આપ્યો, હું દિવસમાં પાંચ લિટર દૂધ પીઉં છું. ધોનીએ આને પોતાના કરિયરની સૌથી મોટી અફવા ગણાવી હતી.

ચાહકોને હકીકત જણાવી 

ધોનીએ આગળ કહ્યું કે, હું કદાચ દિવસભરમાં એક લીટર દૂધ પીતો હતો, પરંતુ તમે બધા જાણો છો કે, ચાર લીટર કોઈપણ માટે થોડું વધારે છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન વોશિંગ મશીનમાં લસ્સી બનાવવાની અફવા પર પણ હસવા લાગ્યો હતો અને કહ્યું હું લસ્સી પીતો જ નથી.

ઋતુરાજની જગ્યાએ ધોની કપ્તાન

43 વર્ષીય ધોની હાલમાં નિયમિત સુકાની ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં CSKનું નેતૃત્વ કરી રહ્યો છે, જે કોણીની ઈજાના કારણે બહાર છે. CSKએ આઠમાંથી છ મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં તળિયે છે, તેને અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે તેની બાકીની તમામ છ મેચ જીતવી પડશે, જે અત્યંત મુશ્કેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news