VIDEO: પિતા ધોનીના ખોળામાં બેસીને CUTE ઝિવાએ આપી ક્રિસમસની શુભેચ્છા
મેચ બાદ ધોનીએ પોતાની પુત્રી ઝિવા સાથે પણ ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું
નવી દિલ્હી : ક્રિસમસના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ટી20 સીરીઝમાં હરાવ્યા બાદ વાનખેડે સ્ટેડિયમ પર સેલિબ્રેશન કર્યું. મેચ બાદ તેણે પોતાની પુત્રી ઝિવા સાથે પણ ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું. ઝિવા એક વીડિયોમાં ક્રિસમસની શુભેચ્છા આપતી દેખાઈ રહી છે જેમાં ધોની પણ તેની સાથે છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ 4 જુલાઈ, 2010ના દિવસે દેહરાદુનમાં સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા હતા અને 2015માં 6 ફેબ્રુઆરીએ એમ.એસ. ધોનીની દીકરી ઝિવાનો જન્મ થયો હતો. એ સમયે માહી ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતો.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોની અને તેની પુત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઝિવા ગાઈ રહી છે – વી વિશ યૂ મેરી ક્રિસમસ. તે ધોનીના ખોળામાં બેઠી છે. ધોની ઝિવાને શાંતિથી જોઈ રહ્યો છે અને ઝિવા ગીત ગાતી-ગાતી ગાડીની બહાર જોઈ રહી છે. અગાઉ પણ ઝિવાના ઘણા ક્યૂટ ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અગાઉ તેને ગાયેલા એક મલયાલમ સોન્ગનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ પછી ઝિવાનો એક બીજો વીડિયો આવ્યો હતો જેમાં તે તાવમાં પણ ગીત ગાઈ રહી હતી.