IPL 2025: પ્લેઓફ પહેલા મુંબઈની ટીમમાં ત્રણ ખતરનાક ખેલાડીઓની એન્ટ્રી, રિપ્લેસમેન્ટની કરી જાહેરાત

IPL 2025 News: આઈપીએલમાં હવે લીગ સ્ટેજ સમાપ્ત થવા પર છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ત્રણ ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યાં છે. 

 IPL 2025: પ્લેઓફ પહેલા મુંબઈની ટીમમાં ત્રણ ખતરનાક ખેલાડીઓની એન્ટ્રી, રિપ્લેસમેન્ટની કરી જાહેરાત

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના પ્લેઓફ માટે ત્રણ ટીમોએ પ્રવેશ કરી લીધો છે. હવે એક સ્થાન માટે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર જોવા મળશે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી જવાને કારણે આઈપીએલ એક સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટ ફરી નવા કાર્યક્રમ સાથે શરૂ કરવામાં આવી છે. તેવામાં ઘણા દેશના ખેલાડીઓ લીગ સ્ટેજ બાદ પોતાના દેશ પરત ફરી જવાના છે. આ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે.

મુંબઈ ઈન્ડિયન્સની જાહેરાત
આઈપીએલ 2025મા પ્લેઓફથી માત્ર એક જીત દૂર રહેલી મુંબઈ ઈન્ડિયન્સે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આઈપીએલ 2025ની ફાઈનલ પહેલા 25 મેએ રમાવાની હતી. પરંતુ ભારત-પાકિસ્તાન તણાવને કારણે ટૂર્નામેન્ટ એક સપ્તાહ સુધી સ્થગિત કરવામાં આવી હતી. હવે ટૂર્નામેન્ટની ફાઈનલ 3 જૂને રમાશે. તેવામાં ઘણા વિદેશી ખેલાડીઓ પોતાના દેશ પરત ફરવાના છે. મુંબઈ ઈન્ડિયન્સમાં વિલ જેક્સ, રાયન રેકિલ્ટન અને કોર્બિન બોસ લીગ સ્ટેજ બાદ પરત ફરી જશે.

Mumbai Indians pick replacements for Will Jacks, Ryan Rickelton and Corbin Bosch.#TATAIPL | @mipaltan | Details 🔽

— IndianPremierLeague (@IPL) May 20, 2025

ત્રણ નવા ખેલાડીઓ સામેલ
બીસીસીઆઈના નવા નિયમ પ્રમાણે મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં ત્રણ નવા ખેલાડીને સામેલ કર્યાં છે. મુંબઈએ જેક્સ, બોસ અને રેકિલ્ટનના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડના બેટર જોની બેયરસ્ટો, ફાસ્ટ બોલર રિચર્ડ ગ્લિસન અને શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાને પોતાની સાથે સામેલ કર્યાં છે. જો મુંબઈની ટીમ પ્લેઓફમાં પહોંચશે તો આ ત્રણ ખેલાડીઓ મેદાનમાં રમતા જોવા મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news