IPL Poitns Table 2025: CSKને હરાવી મુંબઈ પોઈન્ટ ટેબલમાં ધમાકેદાર એન્ટ્રી; 3 ટીમો માટે વાગી ખતરાની ઘંટી
IPL 2025 Points Table: મુંબઈ ઈન્ડિયન્સ અને CSK વચ્ચે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ બદલાઈ ગઈ છે અને તેનો મુંબઈને ઘણો ફાયદો થયો છે.
Trending Photos
IPL 2025 Points Table: IPL 2025 ની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામસામે હતા. મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કર્યું અને CSK ને 9 વિકેટથી હરાવ્યું. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. મુંબઈ અને CSK વચ્ચે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ બદલાઈ ગઈ છે. મુંબઈએ શાનદાર વાપસી કરી છે, જ્યારે CSKની સ્થિતિ યથાવત્ છે.
મુંબઈનું શાનદાર વાપસી
CSK ને હરાવીને મુંબઈને પોઈન્ટ ટેબલમાં ઘણો મોટો ફાયદો થયો છે. આ મેચ પહેલા મુંબઈ સાતમા સ્થાને હતું. પરંતુ CSKને હરાવીને મુંબઈ છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. મુંબઈની આ સતત ત્રીજી જીત હતી. અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં મુંબઈને 4 જીત અને 4 હાર મળી છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈના 8 પોઈન્ટ મેળવ્યા છે.
CSKની વાત કરીએ તો ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને યથાવત છે. CSK 8 મેચમાં 2 જીત મેળવી છે અને 6 હાર છે. આ જીત બાદ મુંબઈએ પ્લેઓફમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કરી લીધો છે. CSK સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ IPL 2025 પ્લેઓફમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.
આવી છે ટોપ 5ની સ્થિતિ
હાલમાં ગુજરાત ટાઇટન્સ 5 જીત અને 2 હાર સાથે 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. દિલ્હી પણ 7 મેચમાં 5 મેચ જીતીને 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. RCB 5 જીત્યા અને 3 મેચ હાર્યા બાદ 8 મેચમાં 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ચોથા નંબરે PBKS છે, જેના પણ 10 પોઈન્ટ છે. દરમિયાન, LSG 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને યથાવત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે