ENGvsNZ: બોલ્ટ અને સાઉદી તોફાની બોલ આગળ ઇંગ્લેન્ડ

ટ્રેટ બોલ્ટે 10.4 ઓવરમાં 32 રન આપીને 6 વિકેટ ઝડપી હતી જેમાં 3 મેડન ઓવરનો પણ સમાવેશ થાય છે

Updated By: Mar 22, 2018, 06:04 PM IST
ENGvsNZ: બોલ્ટ અને સાઉદી તોફાની બોલ આગળ ઇંગ્લેન્ડ

ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચનાં પહેલા દિવસે ગુરૂવારે (22 માર્ચ)નાં દિવસે જ ઇંગ્લેન્ડ લથડ્યું હતું. ઇંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરતા 20.4 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 58 રન જ બનાવી શક્યું હતું. ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો, જેને તેનાં ફાસ્ટ બોલરે સાચી સાબિત કરી હતી. ન્યૂઝીલેન્ડનાં ફાસ્ટ બોલર ટ્રેટ બોલ્ડ અને ટિમ સાઉદીએ આક્રમક પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડનાં બેટ્સમેનની ગિલ્લીઓ ઉડાવી દીધી હતી.

ઇંગ્લેન્ડનાં એક પણ બેટ્સમેન બોલ્ડ અને સાઉદીનાં તોફાની બોલનો સામનો નહોતા કરી શક્યા. ટ્રેટ બોલ્ટે 10.4 ઓવરમાં 32 રન આપીને 6 વિકેટ પોતાને નામે કર્યા. તેમાં 3 મેડન ઓવરનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ ટીમ સાઉદીએ 10 ઓવરમાં ત્રણ મેડન સાથે 25 રન આફીને 4 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ તરફથી સી.ઓવરટોને સૌથી વધારે રન નોંધાવ્યા હતા. તે 1 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 25 બોલમાં 33 રન બનાવીને અણનમ પરત ફર્યો હત. ઓવરટોન ઉપરાંત એલેસ્ટર કુકે 21 બોલમાં 5 રન, માર્ક સ્ટોનમેને 20 બોલમાં 11 (2 ચોગ્ગા), ડેવિડ મલને 6 બોલમાં 2, ક્રેગ ઓવરટને 14 બોલમાં 16 અને જેમ્સ એન્ડરસને 11 બોલમાં 1 રન બનાવ્યો હતો. ઇંગ્લેન્ડનાં 5 ખેલાડીઓ ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. જેમાં જો રૂટ, બેન સ્ટોક્સ, બોની બેયરસ્ટો, મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રોડનો સમાવેશ થાય છે.