નેમારે ટ્રાન્સફરની અટકળો ફગાવી, કહ્યું- પેરિસમાં જ રહીશ

રૂસમાં યોજાયેલા ફીફા વિશ્વ કપ દરમિયાન તેવી અટકળો લગાવવામાં આવતી હતી કે, યૂરોપિયન ચેમ્પિયન રિયલ મેડ્રિડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો જગ્યા ભરવામાટે નેમારની સાથે સંપર્કમાં છે.

Updated By: Jul 21, 2018, 02:55 PM IST
નેમારે ટ્રાન્સફરની અટકળો ફગાવી, કહ્યું- પેરિસમાં જ રહીશ
ફોટોઃ રોયટર્સ

પેરિસઃ બ્રાઝીલના સુપરસ્ટાર ફુટબોલર નેમારે પોતાના ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળોને ફગાવતા કહ્યું કે તે, પેરિટ સેન્ટ જર્મન (પીએસજી)ની સાથે જ રહેશે. નેમારે એક ચેરિટી કાર્યક્રમથી અલગ કહ્યું કે, હું પેરિસમાં રહીશ. મારો કરાર ક્લબની સાથે છે. 

ગત વર્ષે બાર્સિલોનાથી પીએસજી જઈને વિશ્વનો સૌથી  મોંઘો ફુટબોલર બનેલા નેમારની વારંવાર રિયલ મેડ્રિડમાં જવાની અટકળો લગાવવામાં આવતી હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના જુવેન્ટ્સ સાથે જોડાયા બાદ મેડ્રિડમાં એક મોટા ખેલાડીની કમી છે. 

આ પહેલા રિયલ મેડ્રિડે એક નિવેદન જારી કરીને કહ્યું કે, તે બાર્સિલોનાના પૂર્વ ખેલાડી નેમારને લઈને કોઇપણ પ્રકારની સમજુતી કરી નથી અને ન તો તેના વિશે વાતચીત ચાલી રહી છે. 

રૂસમાં યોજાયેલા ફીફા વિશ્વ કપ દરમિયાન તેવી અટકળો લગાવવામાં આવતી હતી કે, યૂરોપિયન ચેમ્પિયન રિયલ મેડ્રિડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો જગ્યા ભરવામાટે નેમારની સાથે સંપર્કમાં છે. રોનાલ્ડો હાલમાં રિયલ મેડ્રિડ છોડીને સેરી-એ વિજેતા જુવેન્ટ્સ સાથે જોડાયેલો છે. 

આ વચ્ચે નેમારે ફોક્સ સ્પોર્ટ્સને કહ્યું કે, તે બીજી સીઝનમાં પણ પીએસજી ક્લબમાં બન્યો રહેશે. નેમારે કહ્યું કે, હું પીએસજી સાથે મારી યાત્રા જારી રાખીશ. મારી પાસે કરાર છે. હું એક નવો પડકાર, નવી વસ્તુ અજમાવવા અને મારા ધ્યેયને આગળ વધારવા માટે પેરિસ ગયો હતો. મારા મનમાં કંઇ બદલ્યું નથી.