ગુજરાતી ન્યૂઝSportsઆ વિસ્ફોટક બેટ્સમેને માત્ર 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ફેન્સ આશ્ચર્યચકિત

આ વિસ્ફોટક બેટ્સમેને માત્ર 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ફેન્સ આશ્ચર્યચકિત

Nicholas Pooran Retirement: વેસ્ટ ઈન્ડિઝના ડાબા હાથના બેટ્સમેન નિકોલસ પૂરને 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
 

આ વિસ્ફોટક બેટ્સમેને માત્ર 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ફેન્સ આશ્ચર્યચકિત

Nicholas Pooran Retirement: IPL 2025 માં લખનઉ સુપર જાયન્ટ્સ માટે ધમાલ મચાવનાર વેસ્ટ ઈન્ડિઝના ડાબોડી બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પૂરને માત્ર 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી જાણકારી
નિકોલસ પૂરને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની માહિતી આપી હતી. પોતાની પોસ્ટના કેપ્શનમાં પૂરને લખ્યું, "ઘણા વિચાર કર્યા પછી, મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે."

Add Zee News as a Preferred Source

જાણો કેવું રહ્યું પૂરણનું આંતરરાષ્ટ્રીય કરિયર
નિકોલસ પૂરણે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં વેસ્ટ ઇન્ડીઝ માટે 61 ODI અને 106 T20 મેચ રમી હતી. ODI માં બેટિંગ કરતી વખતે તેણે 1983 રન બનાવ્યા હતા, જેમાં 3 સદી અને 11 અડધી સદીનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત તેણે T20 માં 2275 રન બનાવ્યા હતા, જેમાં 13 અડધી સદીનો સમાવેશ થતો હતો.

નિકોલસ પૂરને એવા સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે જ્યારે T20 વર્લ્ડ કપ માટે ફક્ત 8 મહિના બાકી છે. જ્યારે, પૂરને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝને પણ વિનંતી કરી હતી કે તે ઈંગ્લેન્ડ સાથેની શ્રેણી માટે તેમના નામ પર વિચાર ન કરે કારણ કે પૂરને IPL પછી આરામ માંગ્યો હતો. પૂરને લાંબા સમય સુધી વેસ્ટ ઈન્ડિઝ T20 ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું.

IPL 2025 માં મચાવી ધૂમ
IPL 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે પુરણે શાનદાર પ્રદર્શન કર્યું. આ સિઝનમાં પુરણે 14 મેચમાં શાનદાર બેટિંગ કરી અને 196.25 ના સ્ટ્રાઇક રેટથી 524 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 5 અડધી સદી પણ નીકળી છે. આ ઉપરાંત નિકોલસ પૂરન IPL 2025 માં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન પણ હતો, આ સિઝનમાં તેના બેટથી 40 સિક્સર વાગી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news