LSGના આ વિસ્ફોટક ખેલાડીએ કરી મેચ ફિક્સિંગ? આઉટ થવા માટે તૈયાર હતો બેટ્સમેન, છતાં પણ ન કર્યું સ્ટંપિંગ
Nicholas Pooran Stumping Controversy: યુએઈમાં ચાલી રહેલી ઇન્ટરનેશનલ લીગ T20 (ILT20)માં મંગળવારે એમઆઈ એમિરેટ્સની મેચ ડેઝર્ટ વાઇપર્સ સાથે રમાઈ હતી. અબુ ધાબીના ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ડેઝર્ટ વાઇપર્સે ખૂબ જ રોમાંચક મુકાબલામાં એક રનથી જીત મેળવી હતી. જો કે, મેચના પરિણામ કરતા વધુ ચર્ચા નિકોલસ પૂરનની મિસ સ્ટમ્પિંગને લઈને થઈ રહી છે.
Trending Photos
)
Nicholas Pooran Stumping Controversy: ILT20માં મેદાન પર એક રસપ્રદ નજારો જોવા મળ્યો, જ્યાં બેટ્સમેન આઉટ થવા માટે આતુર હતો, પરંતુ વિકેટની પાછળ ઊભેલા નિકોલસ પૂરન તેને પેવેલિયનનો રસ્તો બતાવવા માંગતા ન હતા. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ સ્ટાર ક્રિકેટરના આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો. સોશિયલ મીડિયા પર ફેન્સ નિકોલસ પૂરન પર મેચ ફિક્સિંગનો આરોપ પણ લગાવી રહ્યા છે. ચાલો જાણીએ કે, આખરે આ આખો મામલો શું છે અને પૂરન પર લગાવવામાં આવેલા આરોપો સાચા છે કે નહીં.
યુએઈમાં ચાલી રહેલી ઇન્ટરનેશનલ લીગ T20માં મંગળવારે એમઆઈ એમિરેટ્સ અને ડેઝર્ટ વાઇપર્સ વચ્ચે મેચ રમાઈ હતી. અબુ ધાબીના ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં ડેઝર્ટ વાઇપર્સે એકદમ રોમાંચક મેચમાં એક રનથી જીત મેળવી હતી. જો કે, મેચના પરિણામ કરતા વધુ ચર્ચા નિકોલસ પૂરનની મિસ સ્ટમ્પિંગને લઈને થઈ રહી છે.
નિકોલસ પૂરનની હરકત પર હોબાળો
ડેઝર્ટ વાઇપર્સે પહેલા બેટિંગ કરતાં સ્કોરબોર્ડ પર 159 રન બનાવ્યા હતા. 16મી ઓવરમાં એક રસપ્રદ ઘટના બની, જેને જોઈને ફેન્સને ગલી ક્રિકેટની યાદો તાજી થઈ ગઈ હશે. સ્ટાર સ્પિનર રાશિદ ખાનના બોલ પર બેટ્સમેન મેક્સ હોલ્ડન મોટો શોટ રમવા માંગતો હતો, પરંતુ રાશિદે બોલ દૂર ફેંક્યો અને હોલ્ડન બોલ રમી શક્યો નહીં. તેઓ ક્રીઝથી ઘણા આગળ નીકળી ચૂક્યા હતા અને વિકેટ કીપર પૂરન પાસે સ્ટમ્પિંગ કરવાનો મોકો હતો.
કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો, જ્યારે નિકોલસ પૂરને બોલ પકડ્યા પછી હોલ્ડનને સ્ટમ્પ આઉટ ન કર્યો. આ જોઈને બધા હેરાન રહી ગયા, કારણ કે મેક્સ હોલ્ડન ત્યારે 42 રન બનાવીને રમી રહ્યા હતા.
Tactics? Oneupmanship?
Nicholas Pooran chose not to stump Max Holden, but the Vipers had a trick up their sleeve as well, retiring the batter the very next ball.
What do you make of this? 👇#DPWorldILT20 #AllInForCricket #WhereTheWorldPlays pic.twitter.com/CPK4D0H4lW
— International League T20 (@ILT20Official) December 9, 2025
એક બોલ પછી રિટાયર્ડ આઉટ થયા મેક્સ હોલ્ડન
કહાનીમાં વધુ એક વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્ટમ્પિંગ મિસ થયાના એક બોલ પછી જ મેક્સ હોલ્ડન રિટાયર્ડ આઉટ થઈ ગયા. તેઓ 42 રન બનાવીને રમી રહ્યા હતા, પરંતુ તેમણે 37 બોલનો સામનો કર્યો હતો અને મોટા શોટ રમવામાં સંઘર્ષ કરી રહ્યા હતા. આ જ કારણ હતું કે, નિકોલસ પૂરને તેમને સ્ટમ્પ આઉટ ન કરવાનો નિર્ણય લીધો હતો.
કારણ કે તેઓ ઈચ્છતા હતા કે, આ બેટ્સમેન રમતા રહે, જેથી તેમની ટીમને ફાયદો થાય. જો કે, પૂરનની ચાલાકી કામ ન આવી. કારણ કે હોલ્ડન રિટાયર્ડ આઉટ થઈ ગયા. જો કે, આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે, પૂરન પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવવો ખોટો છે, કારણ કે તેમણે આ ચાલ ટીમના હિતમાં ચાલી હતી.
ડેઝર્ટ વાઇપર્સે એક રનથી મેચ જીતી
અબુ ધાબીના ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચની વાત કરીએ તો ડેઝર્ટ વાઇપર્સે પહેલા બેટિંગ કરતાં 159 રન બનાવ્યા હતા. તેના જવાબમાં એમઆઈ એમિરેટ્સ 158 રન બનાવી શકી અને રોમાંચક મુકાબલામાં વાઇપર્સે એક રનથી જીત મેળવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














