90ના અંકમાં પહોંચ્યા નવ બેટ્સમેન, બની ગયો આઈપીએલનો નવો રેકોર્ડ

આઈપીએલની ચાલી રહેલી 11મી સીઝનમાં સૌથી વધુ 8 બેટ્સમેને નાઇન્ટીઝના આંક પર પહોંચીને અણનમ રહ્યાં છે.   

Updated By: May 12, 2018, 03:59 PM IST
90ના અંકમાં પહોંચ્યા નવ બેટ્સમેન, બની ગયો આઈપીએલનો નવો રેકોર્ડ

નવી દિલ્હીઃ હાલના આઈપીએલની 43મી મેચમાં જોસ બટલરની શાનદાર ઈનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ પર વિજય મેળવ્યો. તેણે ઈનિંગનો પ્રારંભ કરતા 60 બોલમાં અણનમ 95 રન બનાવ્યા હતા. 

આ સાથે ઈંગ્લિસ વિકેટકીપર બેટ્સમેને આઈપીએલમાં સતત ચોથી વખત  50+ની ઈનિંગ ( 67, 51, 82, 95*) રમી. તેણે વિરાટ કોહલીની બરોબરી કરી, જેણે 2016માં તેણે સતત ચાર વખત 50+ની ઈનિંગ રમી હતી. આમ તો આ રેકોર્ડ વિરેન્દ્ર સહેવાગના નામે છે, જેણે 2012માં સતત 5 વખત આ કારનામું કર્યું હતું. 

આઈપીએલની 11મી સીઝનની સદીની વાત કરીએ તો, અત્યાર સુધી ત્રણ બેટ્સમેનો (ક્રિસ ગેલ, શેન વોટસન અને ઋૃષભ પંત)એ સદી ફટકારી છે. પરંતુ આ સીઝનમાં નવ ચાન્સ તેવા આવ્યા જેમાં બેટ્સેનોએ 90ના અંક સુધી પહોંચ્યા, જે આઈપીએલની કોઈપણ સીઝનનો રેકોર્ડ છે. 

આ છે આ વખતના નાઈન્ટીઝ, 8 વાર બેટ્સમેન અણનમ રહ્યાં

95 અણનમઃ કેએલ રાહુલ (પંજાબ) વિરુદ્ધ રાજસ્થાન

95 અણનમઃ જોસ બટલર (રાજસ્થાન) વિરુદ્ધ ચેન્નઈ

94 રન અણનમઃ રોહિત શર્મા (મુંબઈ) વિરુદ્ધ આરસીબી

93 રન અણનમ (શ્રેયર અય્યર) (દિલ્હી) વિરુદ્ધ કેકેઆર

92 રન અણનમઃ સંજુ સૈમસન (રાજસ્થાન) વિરુદ્ધ આરસીબી

92 રન અણનમઃ વિરાટ કોહલી (આરસીબી) વિરુદ્ધ મુંબઈ

92 રન અણનમઃ શિખર ધવન (હૈદરાબાદ) વિરુદ્ધ દિલ્હી

91 રન અણનમઃ જેસન રોય (દિલ્હી) વિરુદ્ધ મુંબઈ

90 રન અણનમઃ એબી ડિવિલિયર્સ (આરસીબી) વિરુદ્ધ દિલ્હી