)
Nitsh Rana-Digvesh Rathi Fight : દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2025ની એલિમિનેટર મેચમાં વેસ્ટ દિલ્હી લાયન્સે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સને 7 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ જીતનો હીરો સ્ટાર બેટ્સમેન નીતિશ રાણા હતો, જેણે માત્ર 55 બોલમાં અણનમ 134* રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 15 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. જેના કારણે ટીમે 7 વિકેટે જીત મેળવી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
નીતિશ રાણા અને દિગ્વેશ રાઠી વચ્ચે બબાલ
મેચ દરમિયાન એક મોટો વિવાદ શરૂ થયો જ્યારે નીતિશ રાણા અને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સના બોલર દિગ્વેશ રાઠી વચ્ચે મેદાન પર જ બબાલ થઈ. રાઠીની ઓવરના પહેલા પાંચ બોલ પર 11 રન બન્યા, જેમાં એક ફોર અને એક સિક્સરનો સમાવેશ થાય છે. છેલ્લો બોલ ફેંકતી વખતે રાઠીએ રન-અપ લીધો, પરંતુ બોલ ફેંક્યો નહીં, જેનાથી રાણા ગુસ્સે થયો.
It’s all happening here! ??
Nitish Rana | Digvesh Singh Rathi | West Delhi Lions | South Delhi Superstarz | #DPL #DPL2025 #AdaniDPL2025 #Delhi pic.twitter.com/OfDZQGhOlr
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 29, 2025
જ્યારે રાઠીએ ફરીથી રન-અપ લીધો, ત્યારે રાણા ક્રીઝથી હટી ગયો. આ પછી બંને વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થઈ. આગલા બોલ પર રાણાએ જોરદાર રિવર્સ સ્વીપની મદદથી છગ્ગો ફટકાર્યો અને તે પછી રાઠીની શૈલીમાં ઉજવણી કરતા, તેણે એવું વર્તન કર્યું કે જાણે તે બેટ પર કંઈક લખી રહ્યો હોય. આ જોઈને રાઠી ગુસ્સે થઈ ગયો અને રાણા સાથે ઝઘડો કર્યો. અમ્પાયર અને સાથી ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી.
ક્રિશ યાદવ અને અમન ભારતી વચ્ચે પણ બબાલ
વિવાદ અહીં સમાપ્ત થયો નહીં. થોડી વાર પછી સાઉથ દિલ્હીના બેટ્સમેન ક્રિશ યાદવ અમન ભારતીના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે અનમોલ શર્માના હાથે કેચ થઈ ગયો. આ પછી, અમન ભારતીએ આક્રમક રીતે ઉજવણી કરતા કંઈક કહ્યું, જેના પર ક્રિશ યાદવ ગુસ્સે થઈ ગયો. બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને પરિસ્થિતિ ધક્કામુક્કી સુધી પહોંચી ગઈ. સ્થળ પર હાજર ખેલાડીઓ કોઈક રીતે મામલો શાંત પાડ્યો.