US OPEN: જુઆન માર્ટિન ડેલ પોત્રોને હરાવી નોવાક જોકોવિચ બન્યો ચેમ્પિયન, જીત્યો 14મી ગ્રેંડ સ્લેમ

સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે યૂએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. જોકોવિચે ફાઇનલ ગેમમાં અર્જેન્ટીનાના જુઆન માર્ટિન ડેલ પોત્રોને હારાવ્યો છે

US OPEN: જુઆન માર્ટિન ડેલ પોત્રોને હરાવી નોવાક જોકોવિચ બન્યો ચેમ્પિયન, જીત્યો 14મી ગ્રેંડ સ્લેમ

નવી દિલ્હી: સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે યૂએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. જોકોવિચે ફાઇનલ ગેમમાં અર્જેન્ટીનાના જુઆન માર્ટિન ડેલ પોત્રોને હારાવ્યો છે. જોકોવિચે પાત્રોને 6-3, 7-6, 6-3થી હરાવ્યું છે. આ જોકોવિચનો 14મો ગ્રેંડ સ્લેમ ખિતાબ છે.

નોવાક જોકોવિચે ત્રીજીવાર યૂએસ ઓપન પર પોતાની ત્રીજી જીત હાંસલ કરી છે. આ પહેલા જોકોવિચે 2011 અને 2015માં આ ખિતાબ જીત્યો હતો. જોકોવિચે આ વર્ષે વિમ્બલ્ડનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. નોવાક જોકોવિચે દક્ષિણ આફ્રિકાએ કેવિન એંડરસનને હરાવી વિંબલડન 2018નો ખિતાબ પણ તેમના નામે કર્યો હતો.

પુરૂષોમાં સૌથી વધુ વખત ગ્રેંડસ્લેમ જીતવાનો રિકોર્ડ સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર (20 વાર)નું નામ નોંધાવ્યું છે. યૂએસ ઓપનમાં જોકોવિચની આ 8મી ફાઇનલ હતી. આ પહેલા પાંચ વખત તેણે હારનો સોમનો કરવો પડ્યો હતો.

તેમને જણાવી દઇએ કે જોકોવિચે જાપાનના કેઇ નિશિકોરીને 6-3, 6-4, 6-2થી હરાવી તેની 23માં ગ્રેંડસ્લેમ ફાઇનલમાં જગ્યા નક્કી કરી હતી. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી થયેલા મુકાબલામાં જોકોવિચનું પલડુ ભારે રહ્યું હતું. જેણે 15 મુકાબલામાં જીત દાખલ કરી છે, જ્યારે ડેલ પોત્રો ચાર વખત જ જીત દાખલ કરાવી શક્યો હતો. જોકોવિચે અમેરિકી ઓપનમાં ડેલ પોત્રોને 2007 અને 2012માં બે વખત વગર સેટ ગુમાવી હરાવ્યો હતો.

નડાલ ચોટના કારણે ખસી ગયો હતો
દુનિયાના નંબર વન ખેલાડી રાફેલ નડાલને ચોટિલ હાનેના કારણે મેચ વચ્ચેથી છોડીને અર્જેન્ટીનાના ત્રીજા વરીય જુઆન માર્ટિન ડેલ પોત્રો અમેરિકી ઓપન ફાઇનલમાં પહોંચ્યા હતા. જ્યાં તેનો સામનો નોવાક જોકોવિચથી થયો હતો અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news