હવે કોલકત્તામાં નહીં આ જગ્યાએ થશે IPLની ફાઈનલ મેચ ? જાણો ક્યા યોજાશે પ્લેઓફ મેચોનું વેન્યૂ, આવી મોટી અપડેટ
IPL 2025 Final Update: IPL 2025 પ્લેઓફ તરફ આગળ વધી ગયું છે. 17 મેના રોજ આઈપીએલ ફરી શરૂ થયા પછી, ચાહકો પ્લેઓફ અને ફાઇનલનું સ્થળ જાણવા માટે ઉત્સુક હતા. આ અંગે એક મોટી અપડેટ આવી છે. બે પ્લેઓફ મેચોના સ્થળો પણ જાહેર કરવામાં આવ્યા છે.
Trending Photos
IPL 2025 Final Update: IPL 2025ની બાકીની મેચો રમાવાની શરૂ થી ગઈ છે, ત્યારે બે પ્લેઓફ મેચોના સ્થળો પણ જાહેર કરવામાં આવ્યા છે. નવા શેડ્યૂલ મુજબ, IPL ફાઇનલ 3 જૂને રમાશે જ્યારે પ્લેઓફ મેચો 29 મેથી શરૂ થશે. જોકે, હાલમાં બોર્ડ કે IPL તરફથી કોઈ અપડેટ નથી, પરંતુ જાહેરાત પછી, આ મેચો માટે ટિકિટ બુકિંગ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.
IPL ફાઇનલ ક્યાં રમાશે?
ખાનગી પોર્ટલના એક અહેવાલ મુજબ, IPL 2025 ફાઇનલનું સ્થળ જે પહેલા હતું તે જ રહેશે. ૩ જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપણને ટાઇટલ જંગ જોવા મળશે. અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા મંગળવારે ઘણી બેઠકો દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે અમદાવાદ 1 જૂને ક્વોલિફાયર 2નું પણ આયોજન કરશે.
પ્લેઓફ મેચો અંગે અપડેટ શું છે?
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે પ્લેઓફની પ્રથમ બે મેચ, ક્વોલિફાયર 1 અને એલિમિનેટર, અનુક્રમે 29 મે અને 30 મેના રોજ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ ખાતે રમાઈ શકે છે. હવામાનને ધ્યાનમાં રાખીને, BCCI એ આ સ્થળો પસંદ કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી IPL 2025 માં કેટલીક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે.
ત્રણ ટીમો પ્લેઓફમાં પહોંચી
IPL 2025 માં ત્રણ ટીમોને પ્લેઓફ ટિકિટ મળી છે, આ યાદીમાં RCB, પંજાબ અને ગુજરાતની ટીમનો સમાવેશ થાય છે. તે જ સમયે, ચોથી ટીમ માટે દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી રહી છે. આમાંથી કઈ ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવે છે તે જોવું રસપ્રદ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે