'તે ડ્રામા કરશે...' બાબર આઝમની જાહેરમાં અપમાન, માઈક બંધ કરવાનું ભૂલ્યા પૂર્વ Pak કેપ્ટન
Pak vs SA: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને PCB ચેરમેન રમીઝ રાજા પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે ઓફ-માઇક કોમેન્ટના કારણે વિવાદમાં આવ્યા છે. આ કોમેન્ટ પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ પર વિશે હતી. રમીઝ રાજાનો અવાજ બ્રોડકાસ્ટ ઓડિયોમાં કેદ થયો હતો. રમીઝ રાજાએ જે કહ્યું, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Trending Photos
)
Pak vs SA: પાકિસ્તાનના પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમી રહી છે. આ મેચના પહેલા દિવસે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પીસીબીના પૂર્વ ચેરમેન રમીઝ રાજાએ એક ઓફ-માઇક કોમેન્ટના કારણે વિવાદમાં આવ્યો છે. આ કોમેન્ટ પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ વિશે હતી. રમીઝ રાજાનો અવાજ બ્રોડકાસ્ટ ઓડિયોમાં કેદ થયો હતો. તેમણે જે કહ્યું તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રમીઝ રાજાની કોમેન્ટ
આ ઘટના 49મી ઓવરના પહેલા બોલ પર બની હતી, જ્યારે બાબર આઝમ ફક્ત 1 રન પર બેટિંગ કરી રહ્યો હતો. તેને સેનુરામ મુથુસામીના બોલ પર કેચ આઉટ આપવામાં આવ્યો હતો. બેટ્સમેને તરત જ DRS રિવ્યૂ માટે ઈશારો કર્યો, ત્યારે કોમેન્ટ્રી પેનલના ભાગ રમીઝ રાજા કહેતા સાંભળવામાં આવ્યા, "તે આઉટ છે, તે ડ્રામા કરશે." આ કોમેન્ટ રાજાના કોમેન્ટ્રી ફીડ પર નહોતી, પરંતુ વીડિયો વાયરલ થયા પછી ફેન્સે તે સાંભળી. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે. જો કે, રિપ્લેમાં જોવા મળ્યું કે બાબરના બેટના બોલ લાગ્યો નહતો અને ઓન-ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને બદલાવવામાં આવ્યો હતો.
Ramiz raja trolling Babar Azam "ye out hoga to drama karega" ??? #PAKvSA #BabarAzam pic.twitter.com/Lde4bp0xX3
— Qudart_Ka_Nizaam__?__93000 (@43_49_53_all0ut) October 12, 2025
બાબર આઝમ ફરી નિષ્ફળ
મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓપનર ઇમામ-ઉલ-હક અને કેપ્ટન શાન મસૂદે 161 રનની પાર્ટનરશિપ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. જો કે, બન્ને બેટ્સમેન સદી સુધી પહોંચી શક્યા નહીં. હક 93 અને મસૂદ 76 રન બનાવીને આઉટ થયા. તેમના આઉટ થવાથી પાકિસ્તાનનો મિડિલ ઓર્ડર ટીમ માટે કંઈ વધુ કરી શક્યો નહીં, જેના કારણે ટીમનો સ્કોર 163 રન 1 વિકેટથી 199 રન પર વિકેટ થઈ ગયો. બાબર આઝમ એવા સમયે મેદાન પર આવ્યો જ્યારે ટીમને અપેક્ષા હતી કે, તે સારું રમશે અને ઇનિંગ્સને મજબૂત બનાવશે, પરંતુ તે નિષ્ફળ ગયો. DRS કોલમાંથી બહાર નીકળ્યા બાદ, તેને સિમોન હાર્મરે આઉટ કર્યો. બાબર 48 બોલમાં માત્ર 23 રન બનાવી શક્યો.
રિઝવાન અને આગાએ સંભાળી ઇનિંગ
પાકિસ્તાનની ખરડાયેલી ઇનિંગ્સને મોહમ્મદ રિઝવાન અને સલમાન આગાએ સંભાળી અને પ્રથમ દિવસના અંત સુધીમાં 114 રનની અતૂટ પાર્ટનરશિપ કરી. પ્રથમ દિવસના અંત સુધીમાં પાકિસ્તાનનો સ્કોર 313/5 હતો, જેમાં રિઝવાન 62 અને આગા 52 રન બનાવીને રમી રહ્યા હતા. બન્ને બેટ્સમેનોએ દક્ષિણ આફ્રિકાના સ્પિન ત્રિપુટીને આત્મવિશ્વાસ સાથે રમી, ફૂટવર્ક અને શોટ પસંદગીનું શાનદાર સંયોજન દર્શાવ્યું.
વર્તમાન WTC ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા સતત 11મી ટેસ્ટ જીત મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. ટેમ્બા બાવુમાની ગેરહાજરીમાં એડન માર્કરામની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ફાસ્ટ બોલર કાગીસો રબાડા સહિત ત્રણ સ્પિનરોનો સમાવેશ કર્યો છે. નોંધનીય છે કે, આ સિરીઝ પાકિસ્તાનના 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત પણ દર્શાવે છે. પાકિસ્તાન ગયા વખતે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














