લાહોરઃ પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેન ઉમર અકમલની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. ક્યારેક ટ્રેનર સાથે ખરાબ વ્યવહાર કરવા તો ક્યારેક સોશિયલ મીડિયા પર પોતાના ખરાબ અંગ્રેજીને કારણે ચર્ચામાં રહ્યો છે. આ વખતે તે ચર્ચામાં છે, કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરૂવારે તેને પીસીબી એન્ટી કરપ્શન કોડની કલમ 4.7.1 હેઠળ તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સંપૂર્ણ મામલો
બોર્ડના એક મુખ્ય અધિકારીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરોધી એકમને પૂરાવા મળ્યા છે કે, ગુરૂવારથી શરૂ થઈ રહેલી પાકિસ્તાન સુપર લીગમાં સ્પોટ ફિક્સિંગ માટે સટ્ટોડિયાએ અકમલનો સંપર્ક કર્યો હતો. સૂત્રોએ કહ્યું, 'માહિતી છે કે ઉમરને થોડા દિવસ પહેલા એક પાકિસ્તાનીએ ઓફર આપી હતી, પરંતુ તેણે ભ્રષ્ટાચાર વિરોધી એકમને સીધી તેની સૂચના ન આપી જે નિયમો મુજબ જરૂરી છે.' તેમણે કહ્યું, 'તેનાથી પણ ખરાબ વાત તે છે કે અકમલે તે વ્યક્તિ સાથે ફરી મુલાકાત કરી. એસીયૂએ ઉમર સાથે પૂછપરછના સમયે તેને મુલાકાતના પૂરાવા અને કેટલાક મેસેજ દેખાડ્યા હતા.'


નહીં રમી શકે પીએસએલની ઓપનિંગ મેચ
આ રીતે આજે રમાનારી પાકિસ્તાની ટી20 લીગ પાકિસ્તાની સુપર લીગ (PSL)ની ઓપનિંગ મેચ, જે ક્વેટા ગ્લેડિએટર્સ અને ઇસ્લામાબાદ યૂનાઇટેડ વચ્ચે છે, તેમાં રમી શકશે નહીં. બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું, 'ઉમર અકમલને પીસીબી એન્ટી કરપ્શન કોડની કલમ 4.7.1 હેઠળ તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ સસ્પેન્ડશન બાદ હવે ઉમર અકમલ પીસીબીની ભ્રષ્ટાચાર વિરોધી એકમ તરફથી કરવામાં આવી રહેલી તપાસ પૂરી થયા સુધી ક્રિકેટ સંબંધિત કોઈપણ ગતિવિધિમાં ભાગ લઈ શકશે નહીં.'


વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ભારતીય મહિલા ટીમ 


ફ્રેન્ચાઇઝીઓને નવો ખેલાડી શોધવાનો આદેશ
પીસીબીએ પરંતુ આ મામલાની તપાસ ચાલવા સુધી વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે બોર્ડે પાકિસ્તાની સુપર લીગની ટીમ ક્વેટા ગ્લેડિએટર્સને અકમલના બદલે નવો ખેલાડી શોધવાનો આદેશ આપ્યો છે. 


ક્રિકેટની વાત કરીએ તો અત્યાર સુધી 16 ટેસ્ટ, 121 વનડે અને 84 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલ ઉમર પાછલા વર્ષે ઓક્ટોબરમાં શ્રીલંકા વિરુદ્ધ લાહોરમાં પાકિસ્તાની જર્સીમાં જોવા મળ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર