પાકિસ્તાની ક્રિકેટરની નાપાક હરકત...અમેરિકામાં એક દુકાનદારને લગાવ્યો ચૂનો, હવે નથી ઉપાડતો ફોન
Pakistani Cricketer : પાકિસ્તાન ક્રિકેટ ટીમ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ વખતે મામલો અલગ છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે T20 વર્લ્ડ કપ દરમિયાન એક પાકિસ્તાની ખેલાડીએ બેટ ખરીદ્યા બાદ દુકાનદારને પૈસા ચૂકવ્યા ન હતા અને હવે તે ફોન પણ ઉપાડી રહ્યો નથી.
Trending Photos
Pakistani Cricketer : પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલ ખરાબ હાલત છે. એક પછી એક ટીમને મોટી ટુર્નામેન્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાની ટીમે પોતાના દેશને દુનિયામાં શરમાવવામાં કોઈ કસર છોડી નથી. હવે ટીમના એક ખેલાડીનો Sવો કિસ્સો સામે આવ્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે. આ સમગ્ર ઘટના ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન બની હતી.
હકીકતમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે T20 વર્લ્ડ કપ દરમિયાન, પાકિસ્તાનના એક જાણીતા ખેલાડીએ અમેરિકાના ન્યુ જર્સીમાં એક દુકાનમાંથી ત્રણ બેટ ખરીદ્યા હતા. બેટ લઈને દુકાનદાર ખાસ ન્યુયોર્ક પહોંચ્યો અને તેને ત્રણ બેટ આપ્યા. જો કે હવે એ વાત સામે આવી છે કે પાકિસ્તાની ખેલાડી બેટની કિંમત ચૂકવ્યા વગર જ પોતાના દેશ પરત ફર્યો હતો. હવે જ્યારે દુકાનદાર તે ખેલાડીને ફોન કરી રહ્યો છે ત્યારે તે ફોન પણ ઉપાડતો નથી.
સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની ખેલાડીની મફતમાં બેટ લઈને ભાગી જવાની આ ઘટનાને કારણે PCB સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતે દાવો કરે છે કે તે વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડમાંનું એક છે, પરંતુ હવે ખેલાડીઓ બેટની કિંમત ચૂકવ્યા વિના પાકિસ્તાન પરત ફર્યાની ઘટનાને કારણે તે શરમ અનુભવી રહ્યું છે.
ન્યૂયોર્કમાં પાકિસ્તાનની ભારત સાથે ટક્કર થઈ હતી
ICC T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. પાકિસ્તાની ટીમને પણ અમેરિકા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણ છે કે પાકિસ્તાનને લીગ સ્ટેજમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. ન્યૂયોર્કમાં પાકિસ્તાનની ભારત સાથે ટક્કર થઈ હતી. આ મેચમાં પણ પાકિસ્તાની ટીમને ધૂળ ચાટવી પડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે