ગુજરાતી ન્યૂઝSportsMI vs SRH : પહલગામ હુમલાને લઈને મોટો નિર્ણય...IPLમાં સેલિબ્રેશન બંધ, ચીયરલીડર્સ પણ નહીં, ક્રિકેટ જગત શોકમાં

MI vs SRH : પહલગામ હુમલાને લઈને મોટો નિર્ણય...IPLમાં સેલિબ્રેશન બંધ, ચીયરલીડર્સ પણ નહીં, ક્રિકેટ જગત શોકમાં

MI vs SRH : IPL 2025 વચ્ચે આખું ભારત શોકમાં ડૂબી ગયું છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. જેમાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. જેના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા કાળી પટ્ટી પહેરીને રમશે.

MI vs SRH : પહલગામ હુમલાને લઈને મોટો નિર્ણય...IPLમાં સેલિબ્રેશન બંધ, ચીયરલીડર્સ પણ નહીં, ક્રિકેટ જગત શોકમાં

MI vs SRH : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ત્યારે ક્રિકેટ જગત પણ શોકમાં છે. 23 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી મેચમાં ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને રમવા ઉતરશે. આ મેચમાં કોઈ ચીયરલીડર્સ પણ નહીં હોય અને કોઈ સેલિબ્રેશન પણ કરવામાં આવશે નહીં.

એક મિનિટનું મૌન પાળશે 

Add Zee News as a Preferred Source

ટીમો ઘટનાથી અસરગ્રસ્તોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મિનિટનું મૌન પણ પાળશે. આ ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા થઈ છે. ભારતીય ખેલાડીઓએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. વિરાટ કોહલી, ગૌતમ ગંભીર, સચિન તેંડુલકર, હાર્દિક પંડ્યા સહિત ઘણા ખેલાડીઓએ ભાવનાત્મક પોસ્ટ કરી હતી. આતંકવાદીઓની શોધ ચાલુ છે અને આ હુમલાને પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહ્યો છે.

ચીયરલીડર્સ પણ નહીં

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, બંને ટીમોના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને રમશે અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓની યાદમાં એક મિનિટનું મૌન પાળશે. મુંબઈ ઈન્ડિયન્સ અને હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન કોઈ ચીયરલીડર્સ નહીં હોય. ફટાકડા ફોડવામાં આવશે નહીં.

TRFએ જવાબદારી લીધી

દક્ષિણ કાશ્મીરના આ લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે આતંકવાદીઓએ લોકો પર ગોળીબાર કર્યો ત્યારે 26 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી જૂથનો એક ભાગ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સમગ્ર વિશ્વમાં આ હુમલાની સખત નિંદા કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર

...और पढ़ें

Trending news