Pro Kabaddi 2018: દિલ્હીના 'દબંગ' પ્રદર્શને છીનવી ગુજરાતની બાદશાહત, હોમગ્રાઉન્ડમાં 29-26થી હરાવ્યું

આ પહેલા 4 મુકાબલામાં ગુજરાતની ટીમ દિલ્હી પર ભારે પડી હતી, જ્યારે એક મેચ ટાઇ રહ્યો હતો. આ મેચમાં બંન્ને ટીમો તરફથી ડિફેન્સમાં શાનદાર રમત જોવા મળી હતી. 
 

 Pro Kabaddi 2018: દિલ્હીના 'દબંગ' પ્રદર્શને છીનવી ગુજરાતની બાદશાહત, હોમગ્રાઉન્ડમાં 29-26થી હરાવ્યું

અમદાવાદઃ અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયા એરેનામાં આજે ઝોન-એમાં દબંગ દિલ્હીએ યજમાન ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને 29-26થી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં પોતાના હોમ ગ્રાઉન્ડમાં ગુજરાતનો પ્રથમવાર પરાજય થયો છે. તો દબંગ દિલ્હીએ પણ પ્રથમવાર ગુજરાતને હરાવ્યું છે. આ પહેલા 4 મુકાબલામાં ગુજરાતની ટીમ દિલ્હી પર ભારે પડી હતી, જ્યારે એક મેચ ટાઇ રહ્યો હતો. આ મેચમાં બંન્ને ટીમો તરફથી ડિફેન્સમાં શાનદાર રમત જોવા મળી હતી. 

પહેલા હાફ સુધી ગુજરાતની ટીમ 13-11થી આગળ હતી. શરૂઆતમાં તેનું ડિફેન્સ નબળું જોવા મળ્યું પરંતુ થોડી મિનિટો બાદ તમામ ડિફેન્ડર લયમાં આવ્યા અને તેણે ટેકલ કરવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાત માટે પ્રવેશ ભૈંસવાલે હાઈ ફાઇવ પૂરા કર્યા અને 6 ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે રેડિંગ વિભાગમાં ગુજરાત માટે સચિને સૌથી વધુ 7 પોઈન્ટ મેળવ્યા હતા. દિલ્હી તરફથી મિરાજ શેખે રેડિંગમાં 6 પોઈન્ટ અને રવિન્દ્ર પહલે ડિફેન્સમાં 4 પોઈન્ટ હાસિલ કર્યા હતા. 

બીજા હાફની 10મી મિનિટ સુધી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ 20-18થી આગળ હતી પરંતુ મિરાજ શેખે ગુજરાતને ઓલઆઉટ કરીને એકવારમાં પાંચ પોઈન્ટ મેળવ્યા અને દિલ્હીએ 3 પોઈન્ટની લીડ મેળવી લીધી હતી. અહીંથી મેચનું પાસું પલ્ટી ગયું હતું. પરંતુ જ્યારે મેચમાં અંતિમ બે મિનિટ બાકી હતી ત્યારે ગુજરાતે ફરી બરોબરી કરી લીધી પરંતુ નવીન કુમારે અંતિમ રેડમાં પોઈન્ટ લાવીને દિલ્હીને લીડ અપાવી દીધી અને ત્યારબાદ દબંગ દિલ્હીએ સુપર ટેકલ કરીને પોતાની જીત સુનિશ્ચિત કરી હતી. આ જીતની સાથે બદંગ દિલ્હીના 33 પોઈન્ટ થઈ ગયા છે અને તે હજુ ઝોન-એમાં ચોથા સ્થાને છે. જ્યારે ગુજરાતની ટીમ 48 પોઈન્ટની સાથે બીજા સ્થાન પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news