અશ્વિને છોડવી પડી કેપ્ટનશિપ, આ રહ્યું મોટુ કારણ

હવે મેનેજમેન્ટ રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ અંકિત બાવનેને કેપ્ટન  બનાવ્યો છે. 

  અશ્વિને છોડવી પડી કેપ્ટનશિપ, આ રહ્યું મોટુ કારણ

 

મુંબઈઃ દેવધર ટ્રોફી શરૂ થતા પહેલી જ ઈન્ડિયા એને મોટો ઝટકો લાગ્યો છે. ઈન્ડિયા-એ ટીમનો કેપ્ટન અશ્વિન પગમાં સમસ્યાને કારણે
દેવધર ટ્રોફી 2017/18માંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે જણાવ્યું કે, પગમાં સમસ્યાને કારણે અશ્વિનને  મેડિકલ ટીમે એક સપ્તાહ આરામ કરવાનું કહ્યું છે. દેવધર ટ્રોફી અશ્વિન માટે પસંદગીકારોને 50 ઓવરમાં પોતાનું બોલિંગ કૌશલ  દેખાડવાનો મોકો હતો જેની નાના ફોર્મેટમાં પહેલી પસંદ ચહલ અને કુલદીપ યાદવ છે. 

અખિલ ભારતીય પસંદગી સમિતિએ અશ્વિનની જગ્યાએ સ્પિન બોલર શાહબાજને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. પસંદગી  સમિતિએ અંકિત બાવનેને ઈન્ડિયા-એનો કેપ્ટન બનાવ્યો છે. આ ફેરફારમાં સંતુલન બન્યુ રહે તે માટે અક્ષદીપ નાથને ઈન્ડિયા-બીમાં  મોકલી દેવામાં આવ્યો છે. દેવધર ટ્રોફીની તમામ મેચો 4 માર્ચથી 8 માર્ચ સુધી હિમાચલના ધર્મશાલામાં રમાશે. 

આઈપીએલમાં પંજાબનું સુકાન સંભાળશે
હાલમાં જ અશ્વિનને આઈપીએલ 2018માં કિંગ્સ ઈલેવન પંજાબનો કેપ્ટન બનાવાયો છે. 

બંન્ને ટીમો આ પ્રકારે છે
ઈન્ડિયા-એઃ અંકિત બાવને (કેપ્ટન), પૃથ્વી સો, ઉન્મુક્ત ચંદ, શાહબાજ નદીમ, શુભમન ગીલ, રિકી ભુઈ, સૂર્યકુમાર યાદવ, ઇશાન  કિશન, કૃણાલ પંડ્યા, મોહમ્મદ શમી, નવદીપ સૈની, બાસિલ થમ્પી, કુલવંત ખજરોલિયા, અમનદીપ ખરે, હોરિત રાયડૂ.

ઈન્ડિયા-બીઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિમન્યુ ઇઆસવારન, અક્ષદીપ નાથ, મનોજ તિવારી, સિદ્ધેશ લાડ, કેએસ  બરત, જયંત યાદવ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હનુમા વિહારી, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, હર્ષલ પટેલ, ઉમેશ યાદવ, રજત પાટીદાર. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news