સ્ટાર નડાલનો વિજય રથ રોકાયો, નંબર-1નો તાજ ગુમાવ્યો

આ જીત બાદ રોજર ફેડરર હવે સોમવારે જારી થનારા એટીપી રેકિંગમાં પ્રથમ નંબરે આવી જશે.

Updated By: May 12, 2018, 03:37 PM IST
સ્ટાર નડાલનો વિજય રથ રોકાયો, નંબર-1નો તાજ ગુમાવ્યો

વિશ્વનો નંબર વન ખેલાડી રાફેલ નડાનને એક વર્ષમાં પ્રથમવાર ક્લેકોર્ટ પર પરાજયનો સામનો કરવો  પડ્યો. ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિમેયને તેને મૈડ્રિડ માસ્ટર્સના ક્વાર્ટર ફાઇનલમાં  7-5, 6-3થી પરાજય  આપ્યો. 
ગત ચેમ્પિયન નડાલે મોંટે કાર્લો અને બાર્સિલોનામાં જીત મેળવીને અહીં આવ્યો હતો. આ સાથે  થિયેમની જીતે તેના અભિયાનનો અંત આણ્યો. સ્પેનિશ સ્ટાર નડાલે ગુરૂવારે આર્જેન્ટીનાના ડિએગો  શ્વાર્ત્જમૈનને પરાજય આપીને સતત ક્લેકોર્ટ પર રેકોર્ડ 50 સેટ જીતવાનું કારનામું કર્યું હતું.

આ જીત બાદ રોજર ફેડરર હવે સોમવારે જારી થનારા એટીપી રેકિંગમાં પ્રથમ નંબરે આવી જશે. હવે થિયેમનો સામનો દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસન સાથે થશે. 

મહિલા સિંગ્લસના સેમિફાઇનલમાં ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિટોવાએ પોતાના દેશની કૈરોલિના  પ્લિસકોવાને 7-6, 6-3થી હરાવી. હવે ફાઇનલમાં તેની ટક્કર નેધરલેન્ડના કિકિ બર્ટેસ સાથે થશે. જેણે  સેમિમાં ફ્રાન્સની કૈરોલિના ગાર્સિયાને 6-2, 6-2થી પરાજય આપ્યો હતો.