B'DAY SPECIAL: ટીમ ઈન્ડિયાનો સૌથી 'SEXY' ક્રિકેટર, અનેકવાર સચિન-ગાંગુલીને પડ્યો ભારે

ભારતીય ક્રિકેટના એક મહાન ખેલાડી, બેટ્સમેનનો આજે જન્મદિવસ છે. 

Updated By: Jan 11, 2018, 03:36 PM IST
 B'DAY SPECIAL: ટીમ ઈન્ડિયાનો સૌથી 'SEXY' ક્રિકેટર, અનેકવાર સચિન-ગાંગુલીને પડ્યો ભારે
ફાઈલ તસવીર

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના એક મહાન ખેલાડી, બેટ્સમેનનો આજે જન્મદિવસ છે. ક્રિકેટ જગતમાં જેને 'ધ વોલ' તરીકે લોકો ઓળખે છે તે રાહુલ દ્રવિડનો 11 જાન્યુઆરી 1973ના રોજ જન્મ થયો હતો. કર્ણાટક તરફથી રમતા આ બેટ્સમેનની તેમની સ્ટાઈલના કારણે દુનિયાભરમાં પ્રશંસા થઈ. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તેઓ 'ધ વોલ' તરીકે ઓળખાવવા લાગ્યા હતાં. અનેક વખતે તેમણે ટેસ્ટ મેચોમાં ભારત માટે નિર્ણાયક રમત રમી બતાવી. 12 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કરનારા રાહુલ દ્રવિડની બેટિંગમાં છેલ્લે સુધી સાતત્ય જોવા મળ્યું હતું. આજે તેમનો 45મો જન્મદિવસ છે અને આવો જાણીએ તેમના વિશે થોડી જાણી-અજાણી વાતો.

1. બહુ ઓછા લોકો જાણે છે કે રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલનો સામનો કર્યો છે. ટેસ્ટની 286 ઈનિંગ્સમાં તેમણે 31,258 બોલનો સામનો કર્યો અને 13288 રન બનાવ્યાં. ટેસ્ટમાં સૌથી વધુ (210) કેચ પકડવાનો રેકોર્ડ પણ રાહુલના નામે છે. કોઈ પણ બિનવિકેટકિપર દ્વારા કરવામાં આવેલા આ સૌથી વધુ કેચ છે.

2. વિદેશી પીચો પર રાહુલ સૌથી વધુ સફળ બેટ્સમેન રહ્યાં છે. 20 જૂન 1996માં ઈંગ્લેન્ડના લોડ્સમાં ટેસ્ટ ડેબ્યુ કરનારા રાહુલે 95 રન બનાવ્યાં હતાં. 

3. આધુનિક ક્રિકેટમાં રાહુલ એકમાત્ર બેટ્સમેન છે જેમણે સતત ચાર ટેસ્ટમાં ચાર સદી ફટકારી. તેમણે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 115, 148 અને 201 રન કર્યા હતા અને ત્યારબાદ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ મુંબઈમાં સદી ફટકારી હતી. 

4. રાહુલની રક્ષાત્મક તકનીકને કારણે તેમને બ્રાન્ડેડ ટેસ્ટ ક્રિકેટર ગણાવવામાં આવ્યાં. જો કે તેઓ વનડેમાં પણ શાનદાર પરફોર્મન્સ આપતા હતાં. 1999ના વર્લ્ડ  કપમાં તેમણે સૌથી વધુ 461 રન કર્યા હતાં. વર્લ્ડ કપની મેચોમાં તેઓ દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહ્યાં. તેમની સરેરાશ 61.42ની હતી જે ફક્ત વિવિયન રિચર્ડ્સ (63.31) કરતા પાછળ હતાં. 

Rahul Dravid

5. સૌથી લાંબી પાર્ટનરશીપનો રેકોર્ડ પણ ભારતમાં દ્રવિડના નામે છે. જાન્યુઆરી 2006માં રાહુલે વિરેન્દ્ર સહેવાગ સાથે પાકિસ્તાન વિરુદ્ધ 410 રનની પાર્ટનરશીપ કરી હતી. આ ઉપરાંત રાહુલે વીવીએસ લક્ષ્મણ સાથે કોલકાતામાં માર્ચ 2001માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 376 રનની  પાર્ટનરશીપ કરી હતી. આ ભાગીદારી ભારત દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં બીજી અને ત્રીજી સૌથી મોટી ભાગીદારીઓ હતી. 

6. જ્યારે ટીમ ઈન્ડિયામાં કોઈ વિકેટકીપર નહતો ત્યારે દ્રવિડે આ ભૂમિકા ખુબ સારી નિભાવી હતી. તેઓ શ્રેષ્ઠ વિકેટકિપર સાબિત થયાહતાં. વિકેટ કીપર તરીકે દ્રવિડે 73 વનડે મેચોમાં 2300 રન બનાવ્યાં જે ધોની બાદ સૌથી વધુ છે. 

7. દ્રવિડ ઉપર ટેસ્ટ પ્લેયરનું લેબલ લાગેલુ હતું પરંતુ તેમણે વનડેમાં પણ  ખુબ સારું પરફોર્મન્સ કર્યુ હતું. તેઓ વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં નવમાં નંબરના ખેલાડી બન્યાં. તેઓ ત્રીજા એવા ભારતીય બેટ્સમેન છે જેમણે વનડેમાં દસહજારથી વધુ રન (10889) બનાવ્યાં. 

8. નવેમ્બર 2003માં દ્રવિડે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ હૈદરાબાદમાં 22 બોલમાં 50 રન બનાવ્યાં. તે સમયે અજિત અગરકર બાદ આ બીજુ સૌથી ઝડપી અર્ધશતક હતું.

9. રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ કેપ્ટન રહ્યાં. તેમની કેપ્ટનશીપમાં ભારતે સતત 14 ટેસ્ટ જીતી. વનડેમાં પણ તેમની જીતની ટકાવારી 62.16 રહી.

10. ટેસ્ટ ક્રિકેટમાં તકનીકી રીતે મજબુત અને ડિફેન્સના કારણે રાહુલને 'ધ વોલ'ના નામે ઓળખવામાં આવ્યાં. 

11. ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ રાહુલ દ્રવિડ ઈન્ડિયા અંડર 19 અને ઈન્ડિયા એ ટીમના કોચ બન્યાં.

12. રાહુલ બાળપણમાં હોકી રમવા ઈચ્છતા હતાં, તેઓ કર્ણાટકથી સ્ટેટ જૂનિયર હોકી ટીમ માટે પસંદ પણ થયા હતાં. 

13. રાહુલ દ્રવિડને અર્જૂન એવોર્ડ અને પદ્મભૂષણ એવોર્ડ મળ્યા છે.

14. વર્ષ 2004-05માં એક ઓનલાઈન સર્વેમાં રાહુલ દ્રવિડને ભારતના સૌથી સેક્સી પુરુષનો ખિતાબ મળ્યો હતો.

15. રાહુલ દ્રવિડે પોતાની કેરિયરમાં 1654 ચોક્કા માર્યા છે. તેમનાથી વધુ ચોક્કા ફટકારનારાઓમાં માત્ર સચિન જ આગળ છે.