)
Rashid Khan: બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપની 9મી મેચમાં બાંગ્લાદેશે જીત મેળવી છે. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે 154 રન બનાવ્યા હતા, પરંતુ અફઘાનિસ્તાન ફક્ત 146 રન જ બનાવી શક્યું અને 8 રનથી મેચ હારી ગયું. જો કે, આ મેચમાં અફઘાનિસ્તાનના દિગ્ગજ બોલર રાશિદ ખાને ઐતિહાસિક સિદ્ધિ મેળવીને બધાને ચોંકાવી દીધા છે. સાથે જ રાશિદે ભારતના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ તોડ્યો છે.
રાશિદ ખાને રચ્યો ઇતિહાસ
બાંગ્લાદેશ સામે રાશિદ ખાને 4 ઓવરમાં 26 રન આપીને 6.50ની ઇકોનોમી રેટથી 2 વિકેટ લીધી. આમ કરીને રાશિદે T20Iમાં સૌથી વધુ વિકેટ લેવાના ભુવનેશ્વર કુમારના રેકોર્ડને તોડી નાખ્યો છે. T20 એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં હવે રાશિદ ખાન નંબર 1 બોલર બની ગયો છે. રાશિદે આ સિદ્ધિ માત્ર 10 મેચ મેળવી છે.
એશિયા કપના ટોપ 5 બોલર
રાશિદ ખાન - 14 વિકેટ (અફઘાનિસ્તાન)
ભુવનેશ્વર કુમાર - 13 વિકેટ (ભારત)
વાનિંદુ હસરંગા - 12 વિકેટ (શ્રીલંકા)
અમજદ જાવેદ - 12 વિકેટ (યુએઈ)
હાર્દિક પંડ્યા - 12 વિકેટ (ભારત)
રાશિદ ખાનની T20 કરિયર
રાશિદ ખાને તેમના T20 કરિયરની શરૂઆત વર્ષ 2015માં ઝિમ્બાબ્વે સામે કરી હતી. તે હાલમાં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં નંબર 1 ખેલાડી છે. રાશિદે તેમના T20 કરિયરમાં 102 મેચોની 102 ઇનિંગ્સમાં 13.70 ની સરેરાશ અને 6.13ની ઇકોનોમી રેટથી 173 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેમનું બેસ્ટ પ્રદર્શન 5/3 છે. તેમણે બે વખત પાંચ વિકેટ પણ લીધી છે.