પંડ્યા-પૂજારા પર ભડક્યા શાસ્ત્રી, રનઆઉટને સ્કૂલના બાળકો જેવી ભૂલ ગણાવી

ભારતીય ટીમ કેપટાઉન અને સેન્ચુરિયન ટેસ્ટમાં હારીને શ્રેણીમાં 2-0થી પાછળ છે. 

 

 પંડ્યા-પૂજારા પર ભડક્યા શાસ્ત્રી, રનઆઉટને સ્કૂલના બાળકો જેવી ભૂલ ગણાવી

 

જોહનિસબર્ગઃ ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે તેની ટીમે સ્કૂલના બાળકો જેવી ભૂલ કરતા બચવું પડશે. આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ત્રણ વિકેટ રનઆઉટના રૂપમાં ગુમાવી હતી. ભારત પ્રથમ બે ટેસ્ટ ગુમાવીને શ્રેણીમાં 0-2છી પાછળ છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 24 જાન્યુઆરીથી જોહનિસબર્ગમાં રમાશે. ઉલ્લેખનીય છે કે બીજી ટેસ્ટમાં બંન્ને ઈનિંગમાં પૂજારા અને પ્રથમ ઈનિંગમાં હાર્દિક પંડ્યાએ રનઆઉટના રૂપમાં વિકેટ ગુમાવી હતી. 

શાસ્ત્રીએ સોમવારે પ્રેક્ટિસ સત્ર બાદ સેન્ચુરિયનમાં ભારતીયોના રન આઉટના સંદર્ભમાં કહ્યું કે, તેનાથી ખુબ દુખ થયું. અહીં સ્થિતિ પહેલાથી જ વિકેટ છે ત્યારે તમે રનઆઉટ થાવ તો દુખ લાગે છે. તેમાં કોઈ શંકા નથી કે હવે આ ભૂલ ફરી કરવામાં નહીં આવે કેમ કે આ શાળાના બાળકો જેવી ભૂલ છે. 

ભારતીય બેટસમેનોને અત્યાર સુધી આફ્રિકાના બોલરો સામે મુશ્કેલી પડી રહી છે. ભારતીય બેટસમેનોના શોટ સિલેક્સન અને રનિંગ બિટવિન વિકેટ મામલે પણ તેમણે નિરાશ કર્યા છે. સેન્ચુરિયનમાં પૂજારા બંન્ને દાવમાં રન આઉટ અને હાર્દિક પંડ્યા પ્રથમ દાવમાં તેની ભૂલને કારણે રનઆઉટ થયો હતો. 

 

શાસ્ત્રીએ કહ્યું કે તેઓએ સુધાર કરડો પડશે. આ પ્રકારની સ્થિતિ જ્યાં બંન્ને ટીમો વચ્ચે ખુબ અંતર નથી ક્યાં આ પ્રકારની ભૂલ ન કરી શકો. ખેલાડીઓને આ વિશે જણાવી દેવામાં આવ્યું છે. ભારત અને આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ બુધવારથી વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાશે. શાસ્ત્રીએ કહ્યું કે, પ્રથમ બંન્ને ટેસ્ટમાં જીતવાની સ્થિતિ હતી પરંતુ ખેલાડીઓ આ સ્થિતિનો લાભ મેળવી શક્યા નહીં.  

ભારતની અંતિમ ઈલેવનની પસંદગી પર ઉભા થયેલા સવાલ પર ટીમ મેનેજમેન્ટને સમર્થન આપતા શાસ્ત્રીએ કહ્યું કે અંતિમ ઈલેવનની પસંદગી પૂર્ણ રીતે મેચની સ્થિતિ અને ખેલાડીઓના વર્તમાન ફોર્મ પર આધાર રાખે છે. 

 

શું છે  આગામી આઈપીએલનો કાર્યક્રમ જાણો..

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news