એક સમયે વિરોધી એવા શાસ્ત્રી હવે ધોનીનાં ચાહક બન્યા

એક સમયે ધોનીનાં કટ્ટર આલોચક તેવા શાસ્ત્રી હવે ધોની અને તેની ફિટનેસનાં વખાણ કરતા થાકતા નથી

Updated By: Dec 25, 2017, 06:48 PM IST
એક સમયે વિરોધી એવા શાસ્ત્રી હવે ધોનીનાં ચાહક બન્યા

નવી દિલ્હી : ભારતીય ટીમનાં કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે મહેન્દ્રસિંહ ઘોની ભારતીય વન ડે ટીમનો હાલનો અભિન્ન હિસ્સો છે. પોતાનાં 10 વર્ષ જૂનિયર ખેલાડીઓ કરતા પણ વધારે ફિટ અને ચૂસ્ત છે. તેમણે એમ પણ જણાવ્યું કે, ઘોનીમાં ખામીઓ ગોતવાનાં બદલે આલોચકોએ પોતાનાં કેરિયરનું વિશ્લેષણ કરવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી ખેલાડી તરીકે ધોનીની ઘણી આલોચના પણ તઇ છે. જો કે તેણે શ્રીલંકા વિરુદ્ધની સીરીઝમાં ઉમદા પ્રદર્શન કરીને પોતાનાં આલોચકોને ચુપ કર્યા હતા.

શાસ્ત્રીએ કહ્યું કે, અમે મુર્ખ નથી. હું છેલ્લા 30 40 વર્ષથી આ રમત જોઇ રહ્યો છું. વિરાટ પણ એક દશકથી ટીમનો હિસ્સો છે. મને ખ્યાલ છે કે ધોની આ ઉંમરે પણ 26 વર્ષનાં એક ખેલાડી પર ભારે પડી શકે છે. જે લોકો ટીકા કરી રહ્યા છે તેઓ ભુલી ગયા છે કે તેમણે પણ ક્રિકેટ રમી છે. સ્ટમ્પ પાછળ ધોનીની ચપળતા અને સ્ફુર્તિ હજી પણ કોઇ યુવાખેલાડીને શરમાવે તેવી છે. મુખ્યપસંદગીકાર એમએકે પ્રસાદે સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ યુવા ખેલાડીઓમાં પણ કોઇ તેની સમકક્ષ નથી. શાસ્ત્રીએ પણ તેમનું સમર્થન કર્યું છે.

શાસ્ત્રીએ કહ્યું કે, જે લોકો ટીકા કરી રહ્યા છે તેઓ કાચમાં જોઇને એકવાર જવાબ આપે કે 36 વર્ષની ઉંમરે તે લોકો શું હતા ? શું તેઓ બે રન આટલી ઝડપથી દોડી શકતા હતા. જ્યા સુધી તેઓ બે રન બનાવે ધોની 3 રન બનાવી લે છે. તેણે દેશને બે વર્લ્ડકપ અપાવ્યા અને 51ની સરેરાશથી રન બનાવ્યા. હાલમાં પણ તેનું સ્થાન લઇ શકે તેવો કોઇ વિકેટકીપર ભારત પાસે નથી. માટે ટીકાકારોએ ચુપ રહેવું જોઇએ.