IND vs NZ: ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિનના નામે વધુ એક રેકોર્ડ, હરભજન સિંહને છોડ્યો પાછળ

કાનપુર ટેસ્ટ  (Kanpur Test) ના 5માં દિવસે રવિચંદ્રન અશ્વિને ટોમ લાથમને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના વિકેટોની સંખ્યા 418 પર પહોંચાડી દીધી છે. આ સાથે અશ્વિને હરભજન સિંહનો રેકોર્ડ તોડી દીધો છે. 

IND vs NZ: ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિનના નામે વધુ એક રેકોર્ડ, હરભજન સિંહને છોડ્યો પાછળ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના (Team India) સીનિયર સ્પિનર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં (Green Park Stadium) હરભજન સિંહનો  (Harbhajan Singh) રેકોર્ડ તોડી દીધો છે. હવે કપિલ દેવનો રેકોર્ડ તેના નિશાન પર છે. 

અશ્વિને ટેસ્ટમાં ઝડપી 418મી વિકેટ
રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) એ સોમવારે જ્યારે ન્યૂઝીલેન્ડના ઓપનર ટોમ લાથમ  (Tom Latham) ને ક્લીન બોલ્ડ કર્યો, તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 418મી વિકેટ પૂરી કરી હતી. આ સાથે તેણે હરભજન સિંહની 417 વિકેટનો રેકોર્ડ તોડી દીધો છે. 

અશ્વિને તોડ્યો હતો અકરમનો રેકોર્ડ
રવિચંદ્રન અશ્વિને કાનપુર ટેસ્ટમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમના (Wasim Akram)  ટેસ્ટ ક્રિકેટમાં 414 રેકોર્ડને પણ બે દિવસ પહેલા ધરાશાયી કર્યો હતો. 

હવે કપિલ દેવના રેકોર્ડ પર નજર
હવે ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનની નજર કપિલ દેવના રેકોર્ડ પર છે. કપિલ દેવે પોતાના ટેસ્ટ કરિયરમાં 434 વિકેટ ઝડપી છે. કપિલ દેવનો રેકોર્ડ તોડતા પહેલા અશ્વિન શોન પોલોક (421 વિકેટ), રિચર્ડ હેડલી (431 વિકેટ) અને રંગના હેરાથ (433) નો રેકોર્ડ પણ તોડી દેશે. 

માત્ર 80 ટેસ્ટમાં મેળવી સિદ્ધિ
રવિચંદ્રન અશ્વિને 80 ટેસ્ટ મેચમાં 418 વિકેટ હાસિલ કરી છે. તો હરભજન સિંહે 103 ટેસ્ટમાં 417 વિકેટ લીધી હતી. અશ્વિન 30 વખત એક ઈનિંગમાં 5 વિકેટ ઝડપી ચુક્યો છે. આ સિવાય 7 વખત એક ટેસ્ટમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી છે. 

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
1. મુથૈયા મુરલીધરન- 800 (શ્રીલંકા)
2.શેન વોર્ન-708 (ઓસ્ટ્રેલિયા)
3. જેમ્સ એન્ડરસન- 632 (ઇંગ્લેન્ડ)
4.અનિલ કુંબલે- 619 (ભારત)
5. ગ્લેન મેકગ્રા - 563 (ઓસ્ટ્રેલિયા)
6.સ્ટુઅર્ટ બ્રોડ - 524 (ઇંગ્લેન્ડ)
7. કર્ટની વોલ્શ - 519 (વેસ્ટ ઈન્ડિઝ)
8. ડેલ સ્ટેઈન - 439 (દક્ષિણ આફ્રિકા)
9.કપિલ દેવ- 434 (ભારત)
10.રંગના હેરાથ – 433 (શ્રીલંકા)
11.રિચર્ડ હેડલી- 431 (ન્યુઝીલેન્ડ)
12.શોન પોલોક- 421 (દક્ષિણ આફ્રિકા)
13.રવિચંદ્રન અશ્વિન- 418 (ભારત)
14.હરભજન સિંહ- 417 (ભારત)
15. વસીમ અકરમ - 414 (પાકિસ્તાન)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news