)
Ravichandran Ashwin IPL Retirememt Reason : રવિચંદ્રન અશ્વિને 27 ઓગસ્ટે IPLમાંથી અચાનત નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર રહેલા અશ્વિને એ પણ સ્પષ્ટ કર્યું છે કે વિશ્વભરની વિવિધ લીગમાં રમતના નવા અનુભવોની તેમની સફર આજથી શરૂ થઈ રહી છે.
શું અશ્વિન CSKમાં ખુશ નહોતો?
પરંતુ આ બધા વચ્ચે એક પ્રશ્ન એ પણ છે કે શું CSK ટીમ પરના તેના નિવેદનો તેની YouTube ચેનલ અને ટ્રેડેડ હોવાની અફવાઓ તેની IPL નિવૃત્તિનું કારણ તો નથી ને ? છેલ્લી IPL સીઝનમાં અશ્વિનની તેની YouTube ચેનલને કારણે ટીકા થઈ હતી. અશ્વિનની સાથે તેના ચેનલ વિશ્લેષક પ્રસન્ના અગોરમે ત્યારે કહ્યું હતું કે ટીમમાં નૂર અહેમદની જરૂર નથી.
આ મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે અશ્વિને 2026 સીઝન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ પાસેથી પોતાના વિશે સ્પષ્ટતા માંગી હતી. ક્રિકઇન્ફોના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેને IPL 2026માં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની યોજના વિશે પૂછવામાં આવ્યું હતું. અશ્વિને CSK ને કહ્યું છે કે જો તે તેમની યોજનાઓમાં ફિટ ન થાય, તો તેણે અલગ થવામાં કોઈ વાંધો નથી.
અશ્વિને ડેવાલ્ડ બ્રેવિસને ઈજાના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવા અંગે પણ નિવેદનો આપ્યા હતા. CSKએ તે સમયે કહ્યું હતું કે તેઓએ બધા નિયમોનું પાલન કર્યા પછી જ બ્રેવિસ સાથે કરાર કર્યો હતો. ગુર્જપનિતને 2.20 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો અને તે ઈજાને કારણે બહાર થયા પછી તે જ રકમ બ્રેવિસને આપવામાં આવી હતી. જ્યારે વિવાદ વધ્યો ત્યારે અશ્વિને પણ પાછળથી સ્પષ્ટતા કરી. અશ્વિને કહ્યું હતું કે તેને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું હતું. તેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.
CSKએ અશ્વિનને કેટલામાં ખરીદ્યો ?
ગયા વર્ષે મેગા ઓક્શનમાં CSK દ્વારા અશ્વિનને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે આ સિઝનમાં 14 માંથી ફક્ત 9 મેચ રમી હતી. તે આઠ વર્ષ પછી તેની શહેરની ટીમમાં જોડાયો હોવાથી તેની "ઘર વાપસી" માનવામાં આવતી હતી. આ વખતે IPL તેના માટે ખાસ નહોતી. 2009 (તેની ડેબ્યૂ સિઝન) પછી આ પહેલી વાર હતું જ્યારે તેણે 12થી ઓછી મેચ રમી હતી. ઉપરાંત, આ તેની સૌથી મોંઘી સિઝન હતી, કારણ કે તેણે સરેરાશ 9.12 રન પ્રતિ ઓવર, જે તેની કારકિર્દીમાં પહેલી વાર 8.49ની ઇકોનોમી કરતા વધુ હતી.
આઈપીએલ નિવૃત્તિ પછી અશ્વિને શું કહ્યું ?
38 વર્ષીય અશ્વિને બુધવારે સોશિયલ મીડિયા પર આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. અશ્વિને નિવૃત્તિ પોસ્ટમાં લખ્યું - 'એવું કહેવાય છે કે દરેક અંત સાથે એક નવી શરૂઆત થાય છે આઈપીએલ ક્રિકેટર તરીકે મારો સમય આજે સમાપ્ત થાય છે, પરંતુ વિવિધ લીગમાં રમતનું અન્વેષણ કરવાનો મારો સમય આજથી શરૂ થાય છે.'
અશ્વિને ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, હવે IPL છોડી દીધી
18 ડિસેમ્બર 2024ના રોજ અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની ગાબા ટેસ્ટ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો, પછી તેણે કહ્યું કે તે IPL રમવાનું ચાલુ રાખશે. IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો. જ્યાં તેણે 9 મેચમાં 7 વિકેટ લીધી અને 33 રન બનાવ્યા. 38 વર્ષીય ઓફ-સ્પિનર અશ્વિને 221 IPL મેચમાં 187 વિકેટ લીધી. આ ઉપરાંત તેણે 98 ઇનિંગ્સમાં 833 રન બનાવ્યા. સૌથી વધુ સ્કોર 50 હતો.