)
Ravindra Jadeja : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝીઓએ 2026 સીઝનની રિટેન્શન ડેડલાઇન પહેલાં આઠ ખેલાડીઓના ટ્રેડની પુષ્ટિ કરી છે. તેમાં રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે. ઓલરાઉન્ડર જાડેજાને રાજસ્થાન રોયલ્સમાં ગયો છે, જ્યારે વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું 12 સીઝન માટે પ્રતિનિધિત્વ કરનાર રવિન્દ્ર જાડેજાએ 254થી વધુ IPL મેચ રમી છે, જેમાં 3,260 રન બનાવ્યા છે અને 170 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજા લીગનો સૌથી અનુભવી ખેલાડીઓમાંનો એક છે. ટ્રેડ ડીલ હેઠળ, તેની લીગ ફી 18 કરોડથી ઘટાડીને 14 કરોડ કરવામાં આવી છે.
બીજી તરફ સેમસન 18 કરોડની તેની વર્તમાન લીગ ફી સાથે CSKનું પ્રતિનિધિત્વ કરશે. 2013માં IPLમાં પ્રવેશ કર્યા પછી, આ સિનિયર ખેલાડી મોટાભાગની સીઝન રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો છે. જો કે, તે 2016 અને 2017માં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો.
રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા પછી જાડેજાએ શું કહ્યું ?
રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા પછી રવિન્દ્ર જાડેજાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, "રાજસ્થાન રોયલ્સે મને મારું પહેલું પ્લેટફોર્મ અને વિજયનો પહેલો સ્વાદ આપ્યો." તેણે વધુમાં ઉમેર્યું, "પાછા આવીને ખાસ અનુભવ થાય છે. આ મારા માટે ફક્ત એક ટીમ નથી, પણ મારું ઘર છે. મેં રાજસ્થાન રોયલ્સ સાથે મારો પહેલો IPL ખિતાબ જીત્યો હતો, અને મને આશા છે કે હું વર્તમાન ટીમ સાથે વધુ ખિતાબ જીતું."
ચેન્નાઈથી સેમ કરન જાડેજા સાથે જોડાયો
ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન 2.4 કરોડની તેની વર્તમાન IPL ફી પર સફળ ટ્રેડ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સથી રાજસ્થાન રોયલ્સમાં ટ્રાન્સફર થશે. 27 વર્ષીય ખેલાડીએ 64 IPL મેચ રમી છે. સંજુ રાજસ્થાનથી ચેન્નાઈ ગયો છે. બદલામાં CSKએ જાડેજા અને કરનને રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ કર્યા છે.