)
IPL 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને CSKમાંથી રાજસ્થાન રોયલ્સ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જાડેજાને 14 કરોડની મોટી રકમ સાથે રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયો છે. તો રાજસ્થાને તેમના કેપ્ટન સંજુ સેમસનને CSK મોકલવાનો નિર્ણય લીધો છે. સંજુ 18 કરોડની મોટી રકમમાં CSKમાં જોડાશે. બંને ટીમો વચ્ચે આ સોદો ઘણા સમયથી ચાલી રહ્યો છે.
હકીકતમાં, આજે IPL 2026 પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ માટે ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ હતી. આ ટ્રેડ વિન્ડોમાં જાડેજા, સંજુ સેમસન, સેમ કરન, મોહમ્મદ શમી, મયંક માર્કંડે, અર્જુન તેંડુલકર, નીતિશ રાણા અને ડેનોવન જેવા નામો શામેલ છે.
રવિન્દ્ર જાડેજા – સીનિયર ઓલરાઉન્ડર અને પૂર્વ સીએસકે કેપ્ટન જાડેજા હવે આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ (આરઆર) વતી રમશે.
સંજુ સેમસન - ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો ચહેરો. આરઆર કેપ્ટન અને ભારતના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) માટે રમશે. સેમસન તેની વર્તમાન ફી 18 કરોડ સાથે સીએસકેમાં જોડાયો છે. 177 મેચ રમ્યા પછી, સેમસન સીએસકેના ઇતિહાસમાં સૌથી અનુભવી બેટ્સમેનોમાંનો એક હશે.
🚨 NEWS 🚨#TATAIPL 2026 - Player Trade updates
🧵 A look at all the trades ahead of today's retention deadline 🙌
Details of all trades ▶️ https://t.co/wLTQBlcame pic.twitter.com/OfmEpSM4Bi
— IndianPremierLeague (@IPL) November 15, 2025
સેમ કરન - સીએસકેથી આરઆરમાં જોડાયો. તેની ફી 2.4 કરોડ છે. કરન હવે તેની ત્રીજી આઈપીએલ ફ્રેન્ચાઇઝી માટે રમશે.
મોહમ્મદ શમી - હવે એલએસજીનો ભાગ
સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)થી લખનૌ (એલએસજી)માં ટ્રેડ કરવામાં આવ્યો છે. શમી 10 કરોડની ફીમાં એલએસજીમાં જોડાશે. 119 મેચનો અનુભવ અને 2023ના પર્પલ કપ વિજેતા સાથે, શમી LSG માટે એક મોટી સંપત્તિ સાબિત થઈ શકે છે.
મયંક માર્કંડે - મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી
લેગ-સ્પિનર મયંક KKRમાંથી મુંબઈ ઇન્ડિયન્સ (MI)માં વાપસી થઈ છે. તે ૩૦ લાખની સમાન ફીમાં MI સાથે જોડાશે. 37 મેચ અને 37 વિકેટ સાથે, માર્કંડે MI માટે મુખ્ય સ્પિન વિકલ્પ બનશે.
અર્જુન તેંડુલકર - હવે LSGમાં, યુવા બોલિંગ ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરને MIથી LSGમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તે 30 લાખની તેની વર્તમાન ફીમાં LSGમાં જોડાશે.
નીતિશ રાણા - દિલ્હી કેપિટલ્સમાં નવો ચહેરો. બેટ્સમેન નીતિશ રાણાને RRથી DCમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તે 4.2 કરોડની ફીમાં DCમાં જોડાશે. રાણાએ 2023માં KKRનું નેતૃત્વ કર્યું હતું અને 100થી વધુ IPL મેચ રમી છે.
ડોનોવન ફેરેરા - આરઆરમાં વાપસી. દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ફેરેરાને ડીસીથી આરઆરમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તેની ફી 75 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે.